32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

GMERS દ્વારા ચાલુ શૈક્ષણિક અભ્યાસક્રમ માટે લાગુ કરેલ તોતિંગ ફી વધારો તાત્કાલિક અસરથી રદ્દ કરવા માટે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર

સરકાર દ્વારા ગુજરાતની સામાન્ય જનતાની સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવા કરવાના હેતુ સહ સ્વનિર્ભર તબીબી કોલેજો ખોલવામાં આવેલી છે ત્યારે તાજેતરમાં એટલે કે ૨૮-જૂન-૨૦૨૪ ના રોજ ગુજરાત મેડિકલ એડ્યુકેશન અને રિસર્ચ સોસાયટી GMERS દ્વારા એક પરિપત્ર મારફતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં સરકારી – સેલ્ફફાયનાન્સ/મેનેજમેંટ ક્વોટા માટે વાર્ષિક ફી-ધોરણ માં લગભગ ૬૭% થી માંડી ને ૮૮% જેટલો અસહા અને અસાધારણ વધારો કરવામાં આવ્યો છે. જેમાં વિગત વાર જોઈએ તો જનરલ ક્વોટા માટે વાર્ષિક ફી રૂપિયા ૫.૫૦ લાખ અને મેનેજમેટ ક્વોટા માટે ફી ૧૭ લાખ જાહેર કરવામાં આવેલ છે. આ વાર્ષિક ફી ગત વર્ષેમાં જોઈએ તો ક્વોટા લેવામાં આવતી હતી જે આ વર્ષથી લાગુ કરેલ ફી કરતાં ગણી ઓછી હતી. ૩.૩૦ લાખ જનરલ કવોટા અને ૯ લાખ મેનેજમેંટ લાગુ કરેલ ફી વધારાથી જનરલ ક્વોટામાં પ્રવેશ પામનાર વિદ્યાર્થી પોતાની MBBS ની લાયકાત ગત વર્ષે રૂ ૧૪.૮૫ લાખ થી મેળવતો હતો તે આ વર્ષેથી વધીને MBBS પૂર્ણ થયે રૂ ૨૪.૭૫ લાખ ચૂકવશે જ્યારે મેનેજમેંટ ક્વોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી રૂ. ૪૦,૫૦ લાખ થી મેળવતો હતો તે આ વર્ષથી વધીને Mલડ પૂર્ણ થયે રૂ ૭૬.૫૦ લાખ ચૂકવશે. જેને લઈને વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી

Related posts

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ગેસ બિલ બાકીદારો સામે વડોદરા ગેસ લિમિટેડની કડક કાર્યવાહી

admin

હિન્દુ પ્રેરણા મહોત્સવ અંતર્ગત અખંડ જ્યોત નગર યાત્રા દભાઁવતીના આંગણે પધારી

admin

ગોત્રી હોસ્પિટલમાં ૬૫ વર્ષીય વૃદ્ધના અન્નનળીમાંથી સફળતાપૂર્વક દૂર કરાયો કેરીનો ગોટલો

admin

Leave a Comment