વડોદરા શહેર રાવપુરા વિસ્તારમાં આવેલ ખારીવાવ રોડ ખાતે આવેલ સિધ્ધાર્થ ફ્લેટ ખાતે સ્થાનિક લોકોની પરમિશન વગર મોબાઈલ ટાવર ઊભું કરવામાં આવતા આજે સ્થાનિકોએ મોબાઈલ ટાવર ની કામગીરી નો વિરોધ કર્યો હતો. આ મોબાઇલ ટાવર ઊભું થશે તો ઇમારત ને નુકશાન થશે અને મોબાઈલ ટાવરના રેડિયેશનથી માનવશરીર અને પશુ પંખીઓ પર થતી આડ અસરોનાં કારણે અનેક ગંભીર બીમારીઓ થવાની શક્યતાઓ ને લઈ મોબાઇલ ટાવર ઉભો કરવાની કામગીરી તાકીદે અટકાવવા માટે પાલિકા ન અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આજે ટાવર ની કામગીરી ચાલુ કરતા સિધ્ધાર્થ ફ્લેટ ના રહીશોએ મીડિયા સમક્ષ વેદના ઠાલવી…

