40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વેટરન્સ ઇન્ડિયા અખિલ ભારતીય વેટરન્સ સંગઠન દ્વારા કારગીલ વિજય દિવસની ઉજવણી કરી રેલી કાઢવામાં આવી

ભૂતપૂર્વ સૈનિકોના નેતૃત્વ હેઠળ વેટરન્સ ઇન્ડિયા અખિલ ભારતીય વેટરન્સ સંગઠન દ્વારા કારગીલ વિજય દિવસની ઉજવણી કરી રેલી કાઢવામાં આવી….

વડોદરા શહેર ગાંધીનગર ગૃહ ખાતે કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી આ ઉજવવાની ભૂતપૂર્વ સૈનિકોના નેતૃત્વ હેઠળ વેટરન્સ ઇન્ડિયા અખિલ ભારતીય વેટરન્સ સંગઠન દ્વારા દર વરસની જેમ આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી. કારગિલ સેક્ટરની વિરાન ટોચો પર જ્યારે સૂર્યની પ્રથમ કિરણ પડે છે, ત્યારે આખો દેશ એ વીર સપૂતોને વંદન કરે છે જેમણે 26 વર્ષ પહેલા ભારતની અખંડિતતા અને સંપ્રભુતા ફરીથી સ્થાપિત કરી હતી. 26 જુલાઈનો દિવસ ભારતના ઇતિહાસમાં “કારગિલ વિજય દિવસ” તરીકે સુવર્ણ અક્ષરે અંકિત છે, જે ભારતીય સેનાના અપ્રતિમ શૌર્ય અને સર્વોચ્ચ બલિદાનનું પ્રતીક છે. 1999 માં થયું કારગિલ યુદ્ધ ભારતના ઇતિહાસમાં સૌથી મુશ્કેલ સંઘર્ષોમાંથી એક હતું. દુશ્મનોએ બરફથી ઢંકાયેલા પહાડો અને વિકટ ભૌગોલિક પરિસ્થિતિઓનો લાભ લઈને દ્રાસ સેક્ટર સહિતના અગત્યના પોઈન્ટો પર ગેરકાયદેસર રીતે કબજો જમાવી દીધો હતો. ભારતીય સેના સામે ઊંચા અને ખડકાળ પ્રદેશો પરથી દુશ્મનને હાંકી કાઢવાનો અશક્ય લાગતો પડકાર હતો. જેને આપણા વીરસપૂતોએ કારગીલ વિજય મેળવ્યો હતો જેના ભાગરૂપે આજે નિવૃત્ત ભૂતપૂર્વ સૈનિક દ્વારા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ નિવૃત સૈનિકો અને વેસ્ટર્ન ઇન્ડિયા અખિલ ભારતીય વેટરન્સ સંગઠન દ્વારા વિજય કારગિલ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા

Related posts

સાવલીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અખંડભારત સંકલ્પ દિવસ ઉજવાયો.

admin

ડભોઇ-SOU માર્ગ પર ‘મોતના મુખ’ જેવો ખાડો : તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જુએ છે​

admin

વડોદરા મહાનગર પાલિકાની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં 12 પૈકી 11 કામો મંજૂર જ્યારે 1 કામ મુલત્વી

admin

Leave a Comment