વડોદરા મહાનગર પાલિકામાં સ્થાયી સમિતિની બેઠક મળી હતી.ચેરમેન ના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં 12 જેટલા કામો પર ચર્ચા કરવામાં આવી હતી.જે બેઠકમાં 12 પૈકી 11 કામો મંજૂર જ્યારે 1 કામ મુલત્વી રહ્યું હતું.કામોમાં જમીન મિલકત શાખા, સયાજી બાગ તેમજ બિલ્ડીંગ પ્રોજેક્ટના કામો પર ચર્ચા કરવામાં આવી હતી.પાર્કસ એન્ડ ગાર્ડન શાખા, પાણી પુરવઠા શાખા તેમજ રીપ્લાઇટ વિભાગના કામનો સમાવેશ થાય છે.આજે સ્થાયી સમિતિની બેઠક 15 મિનિટમાં જ સમેટાઈ ગઈ હતી.બેઠકમાં મંજુર નામંજૂર થયેલા કામો અંગે ચેરમેને માહિતી આપી હતી.

