વડોદરા શહેરના બાજવા સ્થિત વાંકળ માધ્યમિક શાળાના શિક્ષકે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવો સાથે પરિસંવાદમાં ભાગ લીધો છે. ડૉ. નિતેશકુમાર રજનીકાંત ઠાકરએ બાળકોમાં વ્યસનમુક્તિ, પર્યાવરણનું જતન, બેટી બચાઓ બેટી પઢાઓ, કન્યા કેળવણી, વાંચે ગુજરાત સહિત અનેક વિષયો અંગે જાગૃતિ આવે તે માટે વિવિધ કાર્યક્રમો થકી નોંધપાત્ર કામગીરી કરી છે. શાળાના બાળકોનું આરોગ્ય, પ્લાસ્ટિક ઉપયોગ ન થાય તે માટે ઝુંબેશ, જંક ફુડ અને ફાસ્ટ ફૂડ ત્યજીને ઘરથી બનાવેલ નાસ્તા પર ભાર અને ભાષા સંવર્ધન પર સતત પ્રયત્નશીલ રહ્યા છે. વધુમાં બાળકો તણાવમુક્ત પરિક્ષા આપી શકે તે માટે કરેલ સંનિષ્ઠ પ્રયત્નો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવેલ છે.
previous post

