38.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 19, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પર્યુષણ ના પાંચમા દિવસે કલ્પસૂત્રના વાંચન માં આવેલ ભગવાન મહાવીર ના જન્મ વાંચન ની ભારે ઉલ્લાસપૂર્વક ઉજવણી કરાઈ

ત્રિશલા માતાને આવેલા 14 સ્વપ્નો ની ઉંચી બોલી ભાવિકો એ લાભ લીધો
જૈનોમાં પર્યુષણા પર્વ નું બહુ મોટું મહત્વ હોય છે. આજે પર્યુષણ પર્વનો પાંચમા દિવસે કલ્પસૂત્ર વાંચનમાં ભગવાન મહાવીર નો કઈ પરિસ્થિતિમાં કેવી રીતે જન્મ થયો હતો.ભગવાન કેટલો સમય માતાના ગર્ભમાં રહ્યા તથા તે વખતે કેવું વાયુમંડળ હતું તે શ્રાવક શ્રવિકાઓ ને ગુરુ મહારાજે સંભળાવ્યું હતું. આચાર્ય નેમિસુરી સમુદાયના સાધ્વીજી ધર્મ રત્નાશ્રીજી મહારાજ તથા સાધ્વીજી રાજધર્મા શ્રીજી મહારાજે કહ્યું કે તે વખતે ભગવાન નો જન્મ થયો ત્યારે ભાવિકો એ થાળી વગાડી,ગીતો ગાઈ અને ગગનભેદી નાદ કર્યો હતો… ઘણા ભાવિકો એ શ્રીફળ વધેરી તથા ચોખાથી વધાવી ને ભગવાન ના વધામણાં કર્યાં હતાં. ત્યારબાદ ભગવાન ને પારણા માં પધરાવ્યા હતા. ત્યારબાદ અષ્ટપ્રકારી પૂજા કરવામા આવી હતી અને ભગવાનનું હાલરડું ગાયું હતું.આજે સંઘ માં ત્રિશલા માતાને આવેલા ૧૪ ચાંદી ના સ્વપ્નો ઝુલાવી ઉંચી બોલીઓ બોલી લાભાર્થી. શાહ પરિવાર ને ઘરે વાજતેગાજતે ચતુરવિધ સંઘ પધાર્યો હતો જ્યાં સાધ્વી શ્રી ધર્મ રત્નાશ્રીજી મહારાજ સાહેબે માંગલિક ફરમાવ્યું હતું ભગવાન ની યાત્રા માં જોડાયાં હતાં.

દરમિયાનમાં અલકાપુરી જૈન સંઘ માં બિરાજમાન આચાર્ય પૂર્ણ ચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજે સુંદર રીતે ભગવાન નો જન્મ મહોત્સવ કરાવ્યો હતો ત્યારબાદ જયેન્દ્રભાઈ શાહ કટક વાળા તરફ થી અગ્રવાલ ભવન ખાતે અલકાપુરી જૈન સંઘ નું સંઘ સ્વામી વાત્સલ્ય યોજાયું હતું એમ જૈન અગ્રણી દીપક શાહ જણાવ્યું હતું .

Related posts

વડોદરા શહેર માં આવેલ સયાજી હોસ્પિટલના તબીબો દ્વારા સ્ટાઇપન વધારાની માંગ સાથે રેસિડેન્ટ સાથે ઇન્ટરન તબીબો એ કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કર્યું

admin

સાવલીની અધિક સેસન્સકોર્ટના જજ સાહેબએ પોકસોના આરોપીને ફટકારી સજા

admin

વડોદરામાં પ્રેમી સાથે મળી પત્નીએ પતિની હત્યા કરી : રાત્રે મોઢું અને ગળું દબાવી દીધું, રાત્રે ઉંઘ્યા પછી પતિ સવારે ઉઠ્યો જ નહીં, PM રિપોર્ટમાં હત્યાનો ઘટસ્ફોટ

admin

Leave a Comment