છેલ્લા ત્રણ દિવસથી કનેક્ટિવિટી મળતી ન હોવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.
પાછલા કેટલાક સમયથી BSNL નેટવર્કનાં ધાંધિયા હોવાથી બેંક,સરકારી હોસ્પિટલ, શાળા, હાઈસ્કુલ, તથા અન્ય કચેરીઓમાં અવારનવાર નેટવર્ક જતું રહેતું હોવાથી કનેક્ટિવિટી હોતી નથી.
તેથી ઓનલાઇનની કામગીરી ઓનલાઇન ઝેરોક્ષ,આધારકાર્ડ,આવકનાં દાખલા, સહિતની કામગીરીઓને લઈને લોકોને ભારે મુશ્કેલી પડી રહી હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મોજીદડમાં બીએસએનએલનું નેટવર્ક મોબાઈલમાં આવતું ના હોય અને ગ્રાહકો સુરેન્દ્રનગર જી.એમ.ઓફિસે ફોન કરીને ફરિયાદ કરે તો પણ સંતોષકારક જવાબ મળતો નથી.
વીજ ટ્રાન્સમીટર આજુબાજુ બાવળોનાં ઝુંડ હોવાને કારણે વીજ પુરવઠાનો પ્રોબ્લેમ અવારનવાર ઉભો થાય ત્યારે મેન્ટેનન્સ કામગીરી ચાલી રહી છે અને સીસ્ટમ અપગ્રેડ કરાતી હોવાના જવાબો આપવામાં આવી રહ્યા છે.
જોકે ગ્રાહકને ક્યારે સારું નેટવર્ક મળશે અને સમસ્યા દુર ક્યારે થશે તેનો કોઈ જવાબ આપવામાં આવતો નથી.
જેથી ગ્રાહકોમાં રોષ ભભૂકી રહ્યો છે અને મોબાઈલમાં નેટવર્ક નહિ આવતાં ગ્રાહકોનાં અનેક કામો અટવાયાં છે.
રિપોર્ટર : ભરતસિંહ પરમાર, ચુડા

