30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સબ જેલના કેદીની તબિયત લથડતાં એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

અંકલેશ્વર સબ જેલના કેદીની તબિયત લથડતાં પોલીસ દ્વારા તેને એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં કેદીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.ત્યારે મોતને પગલે પત્ની તથા પરિજનો દ્વારા પોલીસના કેટલાક કર્મચારીઓ દ્વારા અમાનુષી માર માર્યાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.

જસવીરસિંગ ઉર્ફે ભાયાને ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલો હોય પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી અને અંકલેશ્વર ની સબ જેલમા મોકલી આપવામાં આવ્યો હતો જ્યાં ત્રણ દિવસ પહેલાં તેની તબિયત લથડતાં જસવીરસિંગને ભરુચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની તબિયત વધુ લથડતાં તેને વડોદરા શહેરના એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન શનિવારે મોત નિપજ્યું હતું. જસવીરસિંગ ના મોતને પગલે તેના પત્ની અને પરિજનો દ્વારા પોલીસ દ્વારા જસવીરસિંગ ને અમાનુષી રીતે માર માર્યો હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. જસવીરસિંગ ના પત્નીના આક્ષેપ મુજબ પોલીસે જસવીરસિંગ ને ઘરમાં સૂઇ રહ્યો હતો તે દરમિયાન ઘરમાંથી ડંડા વડે માર મારી બેભાન જેવી અવસ્થામાં ગાડીમાં પોલીસ સ્ટેશન લઈ ગયા હતા જ્યાં પાછળ પત્ની પણ ગઈ હતી પરંતુ તેને ત્યાંથી હટાવી દેવામાં આવી હતી અને સિવિલ હોસ્પિટલમાં કેદી જસવીરસિંગ ની તબિયત લથડતાં તેને વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોય પરિવારજનોએ હોસ્પિટલમાં રોકકળ સાથે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા બીજા તરફ પોલીસે મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. મોત પાછળનું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે.

Related posts

એમ.એસ.યુનિવર્સિટીના પૂર્વ વી.સી.પ્રોફેસર વિજય કુમાર શ્રીવાસ્તવ ઉપર કરવામાં આવેલો કેસ પાછો ખેંચવામાં આવ્યો

admin

પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશ્યલી એબલ્ડ શાળાના બાળકોએ સ્વત્રંત દિવસની ઉજવણી કરી

admin

ગેરકાયદેસર દબાણો પર વડોદરા મહાનગર પાલિકાનો ભૂતડી ઝાંપા ખાતે ગેર કાયદેસર દબાણો અને શેડ નો સપાટો પોલીસ બંદોબસ્ત સાથે મોટી કાર્યવાહી કરવામાં આવી

admin

Leave a Comment