સીટી બસ ચાલકો ના બેફામ ડ્રાયવીંગ ને કારણે વધુ એક અકસ્માત ની ઘટના સર્જાઈ હતી. વાઘોડીયા વડોદરા રોડ પર થી પસાર થતા એક બાઈક ચાલક જે વાઘોડીયા થી વાઘોડીયા ચોકડી તરફ જઈ રહ્યા હતા. તેઓને પાછળ થી સીટી બસ ચાલકે ટક્કર મારતા બાઈક ચાલક સહીત સીટી બસ વરસાદી કાંસ માં ખાબકી હતી. જેને પગલે બાઈક સવાર સહીત તેમની બાળકી વરસાદી કાંસ માં ખાબકતા બાળકી ને તુરંત પાણી માંથી બહાર કાઢી પારુલ સેવાશ્રમ માં સારવાર અર્થે ખસેડાઈ છે. ત્યારે અવાર નવાર સીટી બસ ને કારણે બનતા અકસ્માતો ને પગલે જાગૃત નાગરિક દ્વારા સીટી બસ ચલાવતા ડ્રાઈવર પર લગામ કસવા સહીત લાયસન્સ ચેક કરવા સહીત કાર્યવાહી ની માંગ કરી હતી.

