Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા સહયોગ સ્પેસ કોમ્પ્લેક્સના બેઝમેન્ટ માંથી સવારે યુવતીનો મૃતદેહ મળી આવ્યો

વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા સહયોગ સ્પેસ કોમ્પ્લેક્સના બેઝમેન્ટ માંથી સવારે યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.બનાવને પગલે પોલીસ ક્રાઈમ બ્રાન્ચ તેમજ એફએસએલની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.

વડોદરા શહેરના લક્ષ્મીપુરા પોલીસ મથકના હદ વિસ્તારમાં આવેલા સહયોગ સ્પેસ કોમ્પલેક્ષના બેઝમેન્ટ માંથી બુધવારે સવારે એક યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃત્યુ મળી આવ્યો હતો. કંટ્રોલરૂમથી માહિતી મળતા જ લક્ષ્મીપુરા પોલીસ ક્રાઈમ બ્રાન્ચ તેમજ એફએસીલીટીમાં ઘટના સ્થળે પહોંચી હતી. મૃતક યુવતીનો પરિવાર પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઘટના સ્થળે પહોંચેલા એસીપી બી ડિવિઝનના આર.ડી.કવાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ યુવતીએ સાતમાં માળેથી પડતું મૂકીને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મૃતક યુવતી મોડી રાત્રે કોમ્પલેક્ષના પાછળના દરવાજાથી આવતી સીસીટીવીમાં દેખાઈ રહી છે અને આ મૃતક યુવતી ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર કંપનીની કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. હાલ યુવતી કોમર્શિયલ બિલ્ડિંગમાં કેવી રીતે આવી તેની પણ તપાસ ચાલી રહી છે. આત્મહત્યા કે હત્યા છે, તે દિશામાં પણ પોલીસ ઝીણવટ ભરી તપાસ કરી રહી છે તેમ જણાવ્યું હતું.

Related posts

ભગવાન પરશુરામજીની જન્મ જયંતી નિમિત્તે આર્ય બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય રેલી

admin

વીતેલા વર્ષો દરમિયાન આ સ્પોટ પર અનેકવાર પ્રાણઘાતક અકસ્માતોની હારમાળા સર્જાઈ

admin

સ્માર્ટ સિટીમાં ‘સ્માર્ટ ભુવો’ ભારે પડ્યો, વૈભવી વિસ્તારમાં માર્ગ પર ભુવો પડતાં લોકોમાં રોષ

admin

Leave a Comment