35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં ચાલતા બનાવટી દસ્તાવેજો બનાવવાના ગોરખ ધંધાનો સીટી પોલીસે પડદાફાશ કર્યો

વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં ચાલતા બનાવટી દસ્તાવેજો બનાવવાના ગોરખ ધંધાનો સીટી પોલીસે પડદાફાશ કર્યો છે.વોર્ડ નંબર 6 ના મ્યુનિસિપલ કાઉન્સિલરના ખોટા કરી દસ્તાવેજ બનાવનાર ઈસમની ધરપકડ કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

વડોદરા મહાનગરપાલિકાના ચૂંટણી વોર્ડ નંબર છ ના મ્યુનિસિપલ કાઉન્સિલર હેમિષાબેન ઠક્કરના ધ્યાને વારસિયા વિસ્તારમાં ખોટા સહિતા કરીને બનાવટી દસ્તાવેજો બનાવવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળતા તેમણે બોગસ ગ્રાહક મોકલીને આ મામલો ઉજાગર કર્યો હતો. બનાવને પગલે તેમણે સિટી પોલીસ મથકને જાણ કરતા સીટી પોલીસે વારસિયા વિસ્તારમાં આવેલી દુકાનમાં રેડ કરતા મ્યુનિસિપલ કાઉન્સિલર અને સ્થાયી સમિતિના સભ્યના નામ અને હોદ્દાના સિક્કાનો દુરુપયોગ કરીને ખોટી સહી અને ખોટા દસ્તાવેજો બનાવી પોતાની દુકાનમાં આધાર કાર્ડમાં ફેરફાર કરવા માટે આવતા ગ્રાહકોના કામ માટે ઉપયોગ કરતો હોવાનું સામે આવ્યું હતું.જેથી ગુનો આચાર્યો હોઈ સીટી પોલીસે પરેશ કિશોર કેલવાણીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

વડોદરાના આજવા રોડ પર કમલાનગર તળાવ પાસે એક CNG કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી

admin

મંગળ બજાર ખાતે વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખા ની ટીમ ત્રાટકતા નાસભાગ ના દ્રશ્યો સર્જાયા હતા

admin

પાલિકા અને પોલીસ દ્વારા લારી ગલ્લા ઉઠાવી જવાની કામગીરી સામે વિરોધ નોંધાવીને પાલિકાના મેયરને આવેદનપત્ર

admin

Leave a Comment