Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા તેજગઢ સબ સેન્ટર ખાતે ટીબી રોગ નિદાન માટે દિપક ફાઉન્ડેશન દ્વારા એક્સ-રે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

100ડે ટીબી ચેમપિયન અંન્તર્ગત દેશમાંથી ટીબી નિર્મૂલન કરવાના હેતુસર ટીબીનું વહેલું નિદાન કરી દર્દીઓ શોધવા માટે દિપક ફાઉન્ડેશન વડોદરા દ્વારા એક્સ-રે કેમ્પનું તેજગઢ ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં મુખ્ય જિલ્લા અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો.મનહરભાઈ રાઠવા સાહેબ તથા તેજગઢ સામુહિક આરોગ્ય કેન્દ઼ના અધિક્ષક ડો.હિરેન રાઠવા સાહેબના સહયોગથી ટીબી રોગનું નિદાન કરી દર્દીઓ ને વહેલી તકે શોધવાના હેતુસર
ટીબી રોગ વિષે છોટાઉદેપુરના એસ.ટી.એસ. મનહરભાઈ વણકર દ્વારા વિસ્તૃત જાણકારી આપી હતી આ સાથે સ.ટી.એલ.એસ.પરેશભાઈ બી. વૈદ્ય જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર તરફથી હાજર રહયા હતા. આ ઉપરાંત CHO,MPHW,Fhw,આશાબહેનો પણ હાજર રહયા હતા. ટીબી રોગના વહેલું નિદાન અને મફત સારવાર માટે વિશાળ સંખ્યામાં લાભાર્થી દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

છોટાઉદેપુરમાં વિદ્યાર્થીઓએ સ્કોલરશીપ બંધ કરાતા રસ્તા રોકો આંદોલ કર્યું

admin

છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે ઉમેદવાર પસંદગી પ્રક્રિયા તેજ

admin

ડો બાબા સાહેબ આંબેડકરની ૧૩૫ જન્મ જયંતિની ઉજવણી છોટાઉદેપુર ખાતે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું

admin

Leave a Comment