37.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
જુનાગઢ જિલ્લોવિસાવદર

વિસાવદર ગાઠાણી હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે નેત્રયજ્ઞ સંપન્ન લાયન્સ કલબ વિસાવદર દ્વારા દાતાશ્રીનું કરાયું સન્માન.

વિસાવદર : તાજેતરમાં ગાઠાણી હોસ્પિટલ વિસાવદર ખાતે આગમ્ દિવાકર પૂ. શ્રી જનકમુનિ મહારાજ સાહેબ ની ૯૩ મી જન્મજયંતી તેમજ શાસ્ત્રવિશારદ પૂ. મનોહરમુનિ મહારાજ સાહેબના અંતરિક્ષથી આશિર્વાદ સહ દાતાશ્રી શ્રીમતી પ્રવિણાબેન ન્યાલચંદ ગોપાણી તેમજ રાકેશભાઈ ગોપાણી ના સહયોગ દ્વારા લાયન્સ કલબ વિસાવદર તેમજ ગાઠાણી હોસ્પિટલ વિસાવદર ના સયુંકત ઉપક્રમે વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો ગયો. જેનો વિસાવદર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં આંખ ના દર્દીઓએ લાભ લીધેલ. કેમ્પના શુભારંભ પ્રસંગે દાતાશ્રી રાકેશભાઈ ગોપાણી, શ્રી વર્ધમાન સેવાસંધના મેનેજિંગ ટ્રસ્ટી તેમજ લાયન્સ કલબ ઈન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨ જે પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર પી.એમ.જે.એફ લાયન ચંદ્રકાન્ત દફતરી, ઝોન ચેરપર્સન ઝોન ૧૧ લાયન રમણીક ગોહેલ, ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન લાયન ભાસ્કરભાઈ જોશી, ગાઠાણી હોસ્પિટલના મુખ્ય વ્યવસથાપક લાયન અતુલ શાહ, લાયન સંદિપ દફતરી, સેક્રેટરી લાયન ભાવેશ પદમાણી તેમજ લાયન ઓમપ્રકાશભાઈ ભટ્ટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેલ કેમ્પ દરમ્યાન આંખ વિભાગ ના નિષ્ણાત ડૉ. બ્રિજેશ પટેલ તેમજ ડૉ. વિપુલ માકડીયા ( એમ. એસ) દ્વારા પોતાની બહુમૂલ્ય સેવાઓ આપેલ. કેમ્પ દરમ્યાન જરૂરિયાતમંદ દર્દીઓને ફેકો સર્જરી દ્વારા ડૉ. વિપુલ માકડીયા ( એમ. એસ) દ્વારા વિનામૂલ્યે નેત્રમણી આરોપણ કરી આપવામાં આવશે. કેમ્પના શુભારંભ પ્રસંગે દાતાશ્રી રાકેશભાઈ ગોપાણી તેમજ વર્ધમાન સેવાસંધ મેનેજીંગ ટ્રસ્ટી તેમજ પી.એમ.જે.એફ પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન ચંદ્રકાન્ત દફતરી નું લાયન્સ કલબ વિસાવદર દ્વારા શાલ તેમજ મોમેન્ટમ અર્પણ કરી બહુમાન કરવામાં આવેલ. આ સેવાયજ્ઞ ને સફળ બનાવવા ગાઠાણી હોસ્પિટલના મુખ્ય વ્યવસ્થાપક અતુલ શાહ તેમજ હોસ્પિટલ સ્ટાફ દ્વારા સુચારુ આયોજન કરવામાં આવેલ

Related posts

વિસાવદર તાલુકાના મોટા ભલગામ વિસ્તારમાં ધોધમાર વરસાદ

admin

વિસાવદર વિસાવદર કમર તોડ રસ્તાઓથી પ્રજા પરેશાન તંત્ર ઘોર ઊંઘમાં

admin

વિસાવદર તાલુકાના કાલસારી ગામના માલધારી લોકોએ ઉચ્ચારી આત્મવિલોપનની ચીમકી

admin

Leave a Comment