જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા જિલ્લા સેવાસદનના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી સચીન કુમારના અધ્યક્ષ સ્થાને ટીબી ફોરમની મિટિંગ યોજાઇ, જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પાઉલ વસાવા, જિલ્લા ક્ષય અધિકારી ડો બીએમ ચૌહાણ, WHO NTEP ડો. હાર્દિક નકસીવાલા, જિલ્લા એપેડેમિક અને જિલ્લા મેલેરીયા અધિકારી ડો.ગણેશ ચૌધરી,પ્રાઇવેટ પ્રેક્ટશનર ડો.રાજન, જનરલ હોસ્પિટલ છોટાઉદેપુરના ફિઝિશયન ડો.અંજના રાઠવા, ડો.ગિરીશ રાઠવા તથા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરનાં મેડિકલ ઓફિસર ડો કુલદીપ શર્મા, ડાપકુ વડોદરા ખાતેથી ભરતભાઈ પરમાર,જિલ્લા પ્રોગ્રામ કોઓર્ડિનેટર કુલદીપસિંહ ગોહિલ, જિલ્લા ટીબી એચઆઇવી કો-ઓર્ડીનેટર વાલસિંહભાઈ રાઠવા, સહિત જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના મનહરભાઈ વણકર તથા પરેશભાઈ વૈદ સહિતનાં એનટીઇપી સ્ટાફ કર્મચારીઓ તથા એઆરટી સેન્ટર છોટાઉદેપુરના મેડિકલ ઓફિસર ડો.વિના રાઠવા મયુર સિંહ ચૌહાણ, સંજયભાઈ રાઠવા વિહાન એપી પ્લસ, વિકલ્પ સ્ત્રી સંગઠન, મોડ ઇન્ડિયા સહિત એનજીઓ સહિતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
ટીબી ફોરમની મિટિંગમાં જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ એ ચાલુ વર્ષે થયેલી કામગીરી નુ પ્રેઝન્ટેશન રજૂ કરી તમામ ઇન્ડિકેટર પ્રસ્તુત કર્યા હતા. અને તેના પર જિલ્લા વિકાસ અધિકારીએ સમિક્ષા કરી હતી. જિલ્લા માં ટીબી રોગના દર્દીઓ ને ઝડપથી શોધી કાઢી કાઢવા અને વહેલી તકે સારવાર પર મુકી નિયમિત પણે સારવાર આપી રોગમુક્ત કરવા તેમજ આર્થિક સ્થિતિ સારી ન હોય તેવા ટીબી રોગના દર્દીઓને સેવાભાવી સંસ્થાઓ તથા સેવાભાવી દાતાઓના સહયોગથી જિલ્લામાં નિક્ષય મિત્રની ટીબી કાર્યક્રમમાં ભાગીદારી વિશે વાત કરી હતી. અને વધુ નિક્ષય મિત્રો થકી જિલ્લામાં ટીબીની સારવાર લઈ રહેલા તમામ દર્દીઓને પૌષ્ટિક આહાર કીટ મળે તે માટે પ્રયત્નો કરવા જણાવ્યું હતું. તથા જિલ્લામાં ચાલું વર્ષે અપેક્ષીત ટીબી મુક્ત ગ્રામ પંચાયત વિષે પણ વાત કરી હતી.
જિલ્લા વિકાસ અધિકારી સચીન કુમારે ટીબી કાર્યક્રમ માં જે તાલુકા માં ઓછી કામગીરી છે. ત્યાં સુધારો કરવા જેવી કે હજુ પણ સમુદાય માં વણશોધાયેલ ટીબી ના કેસ વહેલી તકે શોધી કાઢવા તેમજ મરણનુ પ્રમાણ ઓછું થાય તેવા પ્રયત્નો કરવા બાબતે ટકોર કરી હતી.

