27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર લોકસભાના સાંસદ અને ધારાસભ્યોની રજૂઆતના પગલે રાજ્યના સરકારે છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે મંજૂરી આપી.

છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જયંતીભાઈ રાઠવા અને અભેસિંહ તડવી દ્વારા ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલને છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મંજૂરી આપવા માટે રજૂઆત કરી હતી. જે રજૂઆતના પગલે રાજ્ય સરકાર અને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના માંકની, કવાંટ તાલુકાના પીપલાડી, છોટાઉદેપુર તાલુકાના અંત્રોલી, પાવીજેતપુર તાલુકાના ડુંગરવાટ, કવાટ તાલુકાના રૂમડીયા અને આથાડુંગરી ગામે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવાની મંજૂરી આપી છે. અંદાજિત 9.6 કરોડના ખર્ચે આ મંજૂરી આપવામાં આવી છે. જેથી લોકસભાના સાંસદ અને તમામ ધારાસભ્યોએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલનો વિસ્તારની જનતા વતી આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિસ્તારની જનતાને આરોગ્ય લક્ષી સુવિધાઓ ઘર આંગણે મળી રહેશે.

Related posts

જાંબુઘોડા ઉચાપાન રોડ ઉપર ટ્રેક્ટરે બાઈક સવારને ટક્કર મારતા ઘટના સ્થળે મોત

admin

છોટાઉદેપુર નગરમાં આવેલ નવાપુરા ચોખંડી ખાતે આજે ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ બાપા નાઓની સ્થાપના કરવામાં આવી હતી, સાંસદ જશુભાઇ રાઠવા ઉપસ્થિત રહી પૂજા અર્ચના કરી હતી

admin

છોટાઉદેપુર જિલ્લામાં ૧૫મી ઓગસ્ટની તડામાર તૈયારીઓ જિલ્લા કક્ષાના ૭૯માં સ્વતંત્ર્ય દિનની ઉજવણી અંગે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.

admin

Leave a Comment