31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
જુનાગઢ જિલ્લોવિસાવદર

જન્માષ્ટમીના તહેવાર અંતર્ગત શાળા ખાતે નંદ મહોત્સવની ભવ્યાતિભવ્ય રંગારંગ ઉજવણી

વિસાવદર : રાવણી (કુબા) પ્રાથમિક શાળા તેમજ લાયન્સ કલબ વિસાવદર ના સયુંકત ઉપક્રમે જન્માષ્ટમીના તહેવાર અંતર્ગત શાળા ખાતે નંદ મહોત્સવ ની ભવ્યાતિભવ્ય રંગારંગ ઉજવણી .
વિસાવદર : તાજેતરમાં જન્માષ્ટમી તહેવાર ની ઉજવણી અંતર્ગત પૂર્ણ પુરુષોતમ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ ની વધામણી ની ઉજવણી અંતર્ગત વિસાવદર તાલુકાની રાવણી (કુબા) પ્રાથમિક શાળા ખાતે લાયન્સ કલબ વિસાવદર ના સયુંકત ઉપક્રમે નંદ મહોત્સવ ની ભવ્યાતિભવ્ય રંગારંગ ઉજવણી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ. નંદ મહોત્સવ ઉજવણી અંતર્ગત શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા રંગબેરંગી ટ્રેડિશનલ પોશાકમાં પરિધાન થઈ જન્માષ્ટમી તહેવાર ને અનુરૂપ રાસોત્સવ, મટકીફોડ સહિતના વિવિધતા સભર અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવેલ જેમાં શાળાનાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ રાસોત્સવ સહિતના સાસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લીધેલ. આ અંગે શાળા પરિવાર દ્વારા દરેક વિદ્યાર્થીઓને પ્રેરણા તેમજ માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ. સાંસ્કૃતિક કાર્યક્રમો મા સહભાગી થનાર દરેક વિદ્યાર્થીઓને વિસાવદર લાયન્સ કલબ દ્વારા પ્રોત્સાહિત પુરસ્કાર જાહેર કરવામાં આવેલ તેમજ તમામ વિદ્યાર્થીઓને જન્માષ્ટમી તહેવારની શુભેચ્છાઓ પાઠવેલ. રિપોર્ટર ભાનુભાઇ સાસિયા વિસાવદર

Related posts

જંગલ ખાતાના ત્રાસથી કંટાળીને જાંબુથરા ગામના બે યુવાનોએ આત્મહત્યાનો કર્યો પ્રયાસ

admin

વિસાવદર તાલુકાના પ્રેમપરા ખાતે વિકાસ રથનું થયું ભવ્ય સ્વાગત.

admin

વિસાવદરમાં મેઘરાજાની મહેર સર્વત્ર વરસાદી માહોલ

admin

Leave a Comment