36.3 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
કવાંટછોટાઉદેપુર જિલ્લો

કવાટ જૂથ યોજના કામગીરીનું પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ અધિકારીઓ સાથે નિરીક્ષણ કર્યું.

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ખસરા ગામે કવાટ જૂથ યોજના કામગીરીનું પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ અધિકારીઓ સાથે નિરીક્ષણ કર્યું.

છોટાઉદેપુર પાણી પુરવઠા વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના ખસરા ગામે કવાટ જુથ પાણી પુરવઠા યોજના 58 કરોડથી વધુના ખર્ચે કામગીરી ચાલી રહી છે. આ યોજના હેઠળ 25 ગામોને શુદ્ધ પીવાનું પાણી મળશે. જેની અંતિમ તબક્કાની કામગીરી ચાલી રહી છે. ગુજરાત સરકારના પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ કામગીરીનું અધિકારીઓ સાથે નિરીક્ષણ કર્યું હતું. મંત્રી કુંવરજી બાવળિયા એ જણાવ્યું હતું, કે જે ગામોમાં પાણી મળતું નથી તે ગામોમાં ભવિષ્યમાં યોજનાઓ બનાવી રહ્યા છે. અને ખાસ છોટાઉદેપુર જિલ્લામાં પહાડી વિસ્તારોમાં પણ પીવાના પાણી માટે મુશ્કેલી ન પડે એ રીતે નવા શોર્ચ શોધીને યોજનાઓ બનાવીને પીવાનું પાણી પૂરતું મળી રહે રાજ્ય સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પૂરતું પાણી મળી રહે એ પ્રકારે કામગીરી કરી રહ્યા છે. તેમ મંત્રીએ જણાવ્યું હતું.

Related posts

ધી બરોડા સેન્ટ્રલ કો ઓપ બેન્કમાં દૂધ મંડળીમાં દૂધ ભરતા ગ્રાહકોને નાણા લેવા માટે ભારે મુશ્કેલી

admin

જમીનની સાથે માનવ સ્વાસ્થ્યની જાળવણી માટે પ્રાકૃતિક ખેતી આવશ્યક – શૈલેશભાઈ રાઠવાપ્રાકૃતિક ખેતીને અપનાવવા માટે અન્ય ખેડૂતોને જાગૃત કરે છે.

admin

બોડેલી પોલીસ દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો.

admin

Leave a Comment