એક એવા દિવસે જ્યારે શક્તિનું સંતુલન ખોરવાઈ જવાની શક્યતા દેખાઈ રહી હતી, ત્યારે જમ્મુ અને કાશ્મીરના આઠમો સીડ ધરાવતા ઋત્વિક ગુપ્તાએ સૌથી મોટો ઝટકો આપતા ટોપ સીડેડ ખેલાડી ઓડિશાના સાર્થક આર્યને સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી ફર્સ્ટ યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં યુથ બોય્ઝ અંડર-17 ડ્રોમાં રસાકસીથી ભરપૂર પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં 3-2થી પરાજય આપ્યો. તેની જીતે બપોરનો એક એવો માહોલ બનાવી દીધો હતો.જેમાં ઘણા હાયર રેન્ક ધરાવતા ખેલાડીઓને સમગ્ર કથાને ફરીથી લખવા માટે દ્રઢ નિશ્ચયી રહેલા ચેલેન્જર્સને કાબુમાં રાખવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો.તેનાથી વિપરીત, અંડર-17 ગર્લ્સ મુકાબલામાં ટોપ ટુ સીડેડ સિન્દ્રેલા દાસ અને દિવ્યાંશી ભૌમિકે ટોચના આઠમાં સામેલ બે અન્ય ખેલાડીઓ સાથે, પ્રી-ક્વાર્ટર ફાઇનલ અવરોધોને પાર કરીને પોતાની ટાઇટલની દાવેદારી જીવંત રાખી હતી.ઋત્વિકે શાનદાર શરૂઆત કર્યા બાદ બીજી ગેમ ગુમાવી દીધી અને ફરીથી 2-1ની લીડ મેળવી લીધી. સાર્થક જોરદાર પ્રતિકાર કરીને ચોથા સેટમાં 12-10થી જીત મેળવી લીધી, જેને કારણે એક નિર્ણાયક સેટનો રોમાંચ જળવાઇ રહ્યો હતો.પરંતુ ઋત્વિકે પોતાના ધૈર્યનો પરિચય આપીને ખૂબ જ ઓછા અંતરથી સેટમાં જીત મેળવી હતી.

