27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર પાસે આવેલ ભારજ નદી ખાતે જનતા ડાયવર્ઝન ફરી પાણીમાં ધોવાયું

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર પાસે આવેલ ભારજ નદી ખાતે જનતા ડાયવર્ઝન ફરી પાણીમાં ધોવાયું, નાના વાહનોને 40 કિલોમીટર ફેરો ફરવાનો ફરી વારો આવ્યો છે.

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર પાસે ભારજ નદી ખાતે આવેલ બ્રિજ બે વર્ષ અગાઉ ઘરાશયી થયો હતો. જેને લઈને તંત્ર દ્વારા બે બે વખત છ કરોડ ઉપરાંતના ખર્ચે વૈકલ્પિક માર્ગ તરીકે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. પરંતુ તે ડાયવર્ઝન પાણીમાં ધોવાઈ ગયું હતું. જેને લઈને જનતા દ્વારા ભારજ નદી ખાતે બે દિવસ અગાઉ જનતા ડાયવર્ઝન બનાવીને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. પરંતુ તે ડાયવર્ઝન પણ 24 કલાકની અંદર પાણીમાં ધોવાઈ ગયું છે. જનતાએ ખુદ આ ડાયવર્ઝન બનાવ્યું હતું. જોકે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પણ વૈકલ્પિક માર્ગ તરીકે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું નથી. જેને લઈને જનતા દ્વારા આ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. જનતા દ્વારા ડાયવર્ઝન બનાવવામાં આવતા નાના વાહન ચાલકોમાં ખુશી જોવા મળી હતી. પરંતુ ઉપરવાસ અને સુખી ડેમમાંથી પાણી છોડાતા જનતા ડાયવર્ઝન પણ ઘોવાયું હતું. જેને લઈને હવે નાના વાહન ચાલકોને 40 કિલોમીટર ફેરો ફરવાનો વારો આવ્યો છે.

Related posts

છોટાઉદેપુર દરબાર હોલ ખાતે શિક્ષણ દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો

admin

સબજેલ છોટાઉદેપુર ખાતે ટીબી, એચઆઇવી હિપેટાઇટિસ તથા સીફીલીસ વિશે જાગૃતતા અને સ્ક્રીનીંગ કરવામાં આવ્યું

admin

છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા એ ગુરુકૃપા સોસાયટી ખાતે નગરપાલિકાના પ્રમુખના નિવાસ્થાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો.

admin

Leave a Comment