જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર દ્વારા સબજેલ છોટાઉદેપુર ખાતે ટીબી, એચઆઇવી હિપેટાઇટિસ તથા સીફીલીસ વિશે જાગૃતતા અને સ્ક્રીનીંગ કરવામાં આવ્યું
જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર, જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર તથા શહેરી આરોગ્ય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા સબજેલ છોટાઉદેપુર ખાતે આજે સ્ક્રીનીંગ નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો.
ગુજરાત રાજ્ય જેલ ડીજીપી ડો.રાવની સૂચના અને માર્ગદર્શન થી રાજ્યમાં બંદીવાન ભાઇઓ અને બહેનો માટે ટીબી ,એચઆઇવી, હિપેટાઇટિસ તેમજ સિફીલીસ તેમજ અન્ય રોગો માટે તપાસ કરી જરૂરી સારવાર આપવામાં આવે તે સંદર્ભે આજે જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર દ્વારા સ્ક્રીનીંગ નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય ડો. પાઉલ વસાવા જિલ્લા ક્ષય અધિકારી ડો બીએમ ચૌહાણ તથા ઇન્ચાર્જ જેલ સુપ્રિટેન્ડેન્ટ ડી.કે પરમાર ઉપસ્થિત રહી આરોગ્ય વિષયક માહિતી આપી હતી.
આરોગ્ય કેમ્પ માં શહેરી આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડો સેજલ રાઠવા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંત્રોલી ના મેડિકલ ઓફિસર ડો.મુકેશ ગુપ્તા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ના વાલસિંગભાઈ રાઠવા, મનહરભાઈ વણકર, પરેશભાઈ વૈદ્ય તેમજ શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે થી એસઆઈ રાજુભાઇ રાઠવા, રાહુલ ઠક્કર સહિત ની ટીમ દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.

