36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

રાત્રી દરમિયાન દુકાનનો શટર તોડનાર કેનેડા રિટર્ન ચોરને પકડી પાડતી વડોદરા શહેર ગોરવા પોલીસ ટીમ

રાત્રી દરમિયાન દુકાનનો શટર તોડનાર કેનેડા રિટર્ન ચોરને સો ટકા મુદ્દા માલ રિકવર કરી પકડી પાડતી વડોદરા શહેર ગોરવા પોલીસ ટીમ

વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર અને અધિક પોલીસ કમિશનર ડો.લીના પાટીલ સુચના મુજબ વડોદરા શહેર તથા આજુબાજુ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ નોંધાયા હોય અથવા ડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢી તેમજ મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે ત્યારે ગોરવા પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર કે એન લાઠીયા તથા સર્વિલમ સ્ટીમ ના કર્મચારીઓ દ્વારા મિલકત વિરુદ્ધ ગુનાઓના આચરતા આરોપીઓને પકડી પાડવા કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ગોરવા પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે પંડ્યા બ્રિજ પાસે આવેલા જ્યોતિ કંપનીના ગેટની સામે એક હીરો હોન્ડા સીડી 100 મોટરસાયકલ સાથે એક ઈસમ ઉભો છે જેણે સફેદ તેમજ બ્લુ ચેક્સ વાળું શર્ટ પહેર્યું છે અને કમરેલ લીલા કલરનું નાઈટ પેન્ટ કર્યું છે તેની પાસેની hero honda cd 100 મોટરસાયકલ ચોરીની છે જે બાતમીના આધારે ઈસમને શંકાસ્પદ મોટરસાયકલ સાથે પકડી પાડવામાં આવ્યો હતો તથા છેલ્લા અઠવાડિયામાં સારાભાઈ કેમ્પસ જેવા પોસ્ટ વિસ્તારમાં આવેલા સતગુરુ ડ્રાયફ્રૂટ્સ અને સેફરોન રેસ્ટોરન્ટ નામની દુકાનનોના શટર તોડી ચોરી કરનાર કેનેડા રિટર્ન ઈસમને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related posts

પંચામૃત રેસીડેન્સીના રોષે ભરાયેલ રહેવાસીઓએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને શહેર પ્રમુખને ભગાડ્યા

admin

SOG કોર્પોરેશનના ફૂડ સેફ્ટી વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જીમ-ફિટનેસ સેન્ટરોમાં સામૂહિક ચેકીંગ

admin

વડોદરામાં માખીજાની ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય કાર્ય કરવા આનંદ માર્ગ સંસ્થાના સંતોનું આગમન..

admin

Leave a Comment