વડોદરા શહેરના સંગમ પાસે આવેલી માખીજાની ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. આ ટ્રસ્ટનું સંચાલન જગદીશભાઈ માખીજાની દ્વારા કરવામાં આવે છે, જે સમાજસેવા માટે જાણીતા છે.
આજરોજ ઝારખંડ રાજ્યના રાંચી ખાતે સ્થિત આનંદ માર્ગ પ્રચારક સંઘ સંસ્થાના વડોદરામાં તેમની ટીમ માખીજાની ચેરીટેબલ ટ્રસ્ટમાં પધાર્યા હતા. આનંદ માર્ગ સંસ્થાની વાત કરીએ તો સંસ્થા ભારત સહિત વિશ્વના 180થી વધુ દેશોમાં પોતાની શાખાઓ ધરાવતી એક જાણીતી આધ્યાત્મિક અને સેવાભાવી સંસ્થા છે
પધારેલા સંત આચાર્ય રણદેવાનંદ અવધૂત મહારાજ સાથે શ્રીકાંતભાઈ, સંતોષભાઈ, અનિલભાઈ અને સોનુભાઈ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ મહાનુભાવો શહેરની માખીજાની ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે પહોંચીને ભોજન સેવા આપીને તે ઉપરાંત ની વિવિધ સેવાકીય કાર્યો અંગે માહિતી આપવામાં આવી હતી. જેમાં મેડિકલ કેમ્પનું આયોજન, ભૂખ્યાને ભોજન વિતરણ, શિક્ષણ ક્ષેત્રે સેવા, સનાતન ધર્મનો પ્રચાર-પ્રસાર તેમજ પર્યાવરણ સંરક્ષણ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે આ કાર્યક્રમ દરમિયાન અંદાજે 300થી વધુ જરૂરિયાતમંદ લોકોને ભોજન પાણી પીરસવામાં આવ્યું હતું. ઉપરાંત, ઠંડીના સમયમાં જરૂરિયાતમંદોને ગરમ કપડાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
માખીજાની ચેરીટેબલ ટ્રસ્ટ અને આનંદ માર્ગ સંસ્થાના આ કરેલ સેવાકીય પ્રયાસોને સ્થાનિક લોકોએ બિરદાવ્યા હતા.

