એક બાજુ સામાન્ય સભા ચાલુ હતી ત્યારે બીજી બાજુ મ્યુનિસિપલ સેક્રેટરી,મહાનગરપાલિકાના સ્થાયી સમિતિ અધ્યક્ષ,સત્તા પક્ષના નેતા, સત્તા પક્ષના દંડક અને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા મેયરની કેબિનમાં ગુપ્ત બેઠકનું આયોજન કર્યું હતું
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેમજ પાલિકામાં થતી લોક ચર્ચા એ વેગ પકડ્યો હતો સ્થાયી સમિતિ અધ્યક્ષ શીતલ મિસ્ત્રીને કંઈક મુદ્દે ખોટું લાગ્યું હતું જેથી તે સભામાં આવ્યા ન હતા અને સત્તા પક્ષના નેતા, દંડક તેમજ મ્યુનિસિપલ સેક્રેટરી તથા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા તેઓને સમજાવવા મેયરની કેબિનમાં આ ગુપ્ત બેઠક રાખવામાં આવી હતી.
મીડિયાને બહાર જોતાની સાથે જ ધારાસભ્ય કેયુર રોકડિયાએ જણાવ્યું કે સ્થાયી સમિતિના અધ્યક્ષને કોઈપણ વાતનું ખોટું લાગ્યું નથી આ એક સામાન્ય ચર્ચા માટે અમે નીયરની ઓફિસમાં બેઠા હતા
https://www.instagram.com/reel/DC9BcPkN6rV/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

