33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા તાલુકા પોલીસ હેડક્વાર્ટર છાણી ખાતે ઓપરેશન સિંદૂરની થીમ ઉપર શ્રીજીની સ્થાપના કરવામાં આવી

વડોદરા તાલુકા પોલીસ હેડક્વાર્ટર છાણી ખાતે શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે.ત્યારે, રેન્જના આઈજી અને એસપી તેમના સહ પરિવાર સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

વડોદરા તાલુકા પોલીસ હેડક્વાર્ટર છાણી ખાતે આ વર્ષે ગણેશ મહોત્સવની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી છે. શ્રી ગણેશજીની સ્થાપના અને ઓપરેશન સિંદૂરની થીમ બાદ પ્રથમ આરતીનો કાર્યક્રમ આયોજિત થયો હતો. આ પ્રસંગે વડોદરા જિલ્લા રેન્જના આઈજી સંદીપ સિંઘ ,એસપી સુશીલ અગ્રવાલ તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિથી કાર્યક્રમની શોભા વધારી હતી. આરતીના પવિત્ર પળોમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તથા તેમના પરિવારજનો ભક્તિભાવથી જોડાયા હતા. આરતીના સ્વર સાથે સમગ્ર હેડક્વાર્ટર ભક્તિમય બની ગયું હતું.દીપ પ્રગટાવવાથી પોઝિટિવ ઊર્જા અને શ્રદ્ધાનો માહોલ સર્જાયો હતો.

Related posts

ઇંગ્લેન્ડને હરાવી ભારત ફાઈનલમાં, વડોદરા શહેરમાં વિજયોત્સવનો માહોલ

admin

રસ્તા પર કાર પલટી ખાધા બાદ ચાલક કારમાંથી બહાર નીકળી ભાગી છૂટ્યો

admin

પોલીસ કમિશનરે વિવિધ સિક્યુરિટી એજન્સીઓના અધિકારીઓ સાથે મહત્ત્વની બેઠક યોજી.

admin

Leave a Comment