33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ચુડાસુરેન્દ્રનગર જિલ્લો

ચુડા તાલુકાનાં ચમારડી ગામે દાદા અને પૌત્ર વાંસળ નદીમાં ગરકાવ થતાં મો-તને ભેટ્યાં

દાદા અને પૌત્ર પશુ ચલાવતાં હતાં ત્યારે ચમારડી ગામે વાંસળ નદીમાં ૧૧ વર્ષીય નરેશ દોલાભાઈ ચાવડા નદીનાં કાંઠે ન્હાવા માટે ગયો હતો.

અચાનક જ ઊંડા ખાડામાં તણાઈ જતાં નરેશને ડૂબતો જોઈ તેનાં દાદા કરણભાઈ ઊંડા પાણીમાં ફસાયેલ પોતાના પૌત્રને બચાવવા માટે મોતની છલાંગ લગાવી હતી.
પૌત્રને ડૂબતો જોઈ દાદાએ છલાંગ લગાવી હતી.પરંતુ તેમને તરતાં આવડતું ન હતું અંતે ઊંડા પાણીમાં દાદા અને પૌત્ર બંને ગરકાવ થઈ જવાથી મોત થયા હતા.

ઘટનાની જાણ થતા ગ્રામજનો દોડી આવ્યા હતા અને દાદા પૌત્રને બહાર કાઢી ચુડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં ઉપસ્થિત ડો.જીગ્નેશ કણઝરીયાએ પૌત્ર અને દાદાને મૃતક જાહેર કરતાં પરિવારજનો અને ગ્રામજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

Related posts

સુરેન્દ્રનગરનાં ચુડા તાલુકાના મોજીદડ ગામે ભવ્યાતિભવ્ય શાકોત્સવ ઉજવાયો.

admin

કોરડા ગામે માધ્યમિક શાળાની જમીનમાં દબાણ મુદ્દે ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું

admin

ચુડા તાલુકાનાં કુડલા ગામે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ

admin

Leave a Comment