બોડેલીના અલીપુરા વિસ્તારમાં આવેલ ચંદ્ર જ્યોતિ સોસાયટીના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યાથી સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને પાણીનો યોગ્ય નિકાલ કરવાની માંગ કરી રહ્યા છે.
છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલીનાં અલીપુરા – હાલોલ રોડ પર આવેલ ચંદ્રજ્યોતિ સોસાયટીમાં થોડો વરસાદ વરસતાની સાથે જ સોસાયટીમાં જવાનાં માર્ગ પર જ પાણી ભરાઈ જવાની વર્ષોની સમસ્યાને કારણે સોસાયટીનાં રહીશો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે સોસાયટીનાં મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ જતાં રહીશો ભારે હાલાકી અનુભવી રહ્યા છે.
વરસાદી પાણી ભરાઈ જતા જીવજંતુ સરી સર્પ જીવો પણ ઘરમાં આવી જતા હોય છે પાણી ભરાવાથી મચ્છરજન્ય રોગો થવાની ભીતી પણ ઊભી થતી હોય સ્થાનિક રહીશો આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે
વરસાદી પાણી જમા થઈ જવાથી સોસાયટીમાં અવર જવર પણ મુશ્કેલ બનતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે પાણી ભરાઈ જવાની સમસ્યા દૂર કરવામાં આવે તેવી રહીશો દ્વારા તંત્ર પાસે માંગ કરવામાં આવી રહી છે.

