30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલું તંબોળી યુવક મંડળ દ્રારા “ઓપરેશન સિંદૂર” થી પ્રેરિત વિશેષ ડેકોરેશન કરવામાં આવ્યું

વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલું તંબોળી યુવક મંડળ દર વર્ષે ભવ્ય રીતે શ્રીજીની સ્થાપના કરે છે. આ વર્ષે પણ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે.
યુવક મંડળ દ્વારા દર વર્ષે વિવિધ અનોખી થીમ પર સજાવટ કરવામાં આવે છે. આ વર્ષે “ઓપરેશન સિંદૂર” થી પ્રેરિત વિશેષ ડેકોરેશન કરવામાં આવ્યું છે. જેમાં દેશપ્રેમની ઝલક, સૈનિકોની વીરતા અને દેશની રક્ષા માટે તત્પર સેનાનો સંદેશ દર્શાવવામાં આવ્યો છે.
સંપૂર્ણ પંડાલમાં આકર્ષક લાઈટિંગ, દેશભક્તિનું સંગીત અને સજાવટના દ્રશ્યો દ્વારા ભક્તોને અનોખો અનુભવ કરાવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને યુવાનોમાં દેશભક્તિની લાગણી જગાડે તેવા દ્રશ્યોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
તંબોળી યુવક મંડળના કાર્યકરો જણાવે છે કે આ પ્રકારની થીમ દ્વારા સમાજમાં જાગૃતિ ફેલાવવાનો તથા ભક્તિ સાથે રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપવાનો મુખ્ય હેતુ છે.
શ્રીજીના દરબારમાં રોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પહોંચી રહ્યા છે અને “ઓપરેશન સિંદૂર” થી પ્રેરિત આ ડેકોરેશન સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.

Related posts

વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં પાટોત્સવની ઉજવણી.

admin

વડોદરા શહેરના મકરપુરા મેઈન રોડ પર પાણીની મુખ્ય લાઇન તૂટતા લાખો ગેલન પાણી વેડફાયું

admin

ડભોઈ ન.પા. COને મ્યુનિ. એડમિનીસ્ટ્રેશન ગાંધીનગરનું તેડું ૨૦૧૯માં તત્કાલિન COએ ટેન્ડર પ્રક્રિયા વિના લાખોની ખરીદી કરી

admin

Leave a Comment