36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના નવલખી કુત્રિમ તળાવ ખાતે પાલિકાના પદાધિકારીઓ અને પોલીસ કમિશનરે મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું

દસ દિવસનું ભક્તોને ત્યાં આતિથ્ય માણ્યા બાદ આવતીકાલે ગણેશજીનું શ્રદ્ધાભેર વિસર્જન કરવામાં આવશે. ત્યારે આજરોજ શહેરના નવલખી કુત્રિમ તળાવ ખાતે પાલિકાના પદાધિકારીઓ અને પોલીસ કમિશનરે મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું.

પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સવ પ્રિય નગરી વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે આવતીકાલે હર્ષોલ્લાસભેર વિસર્જન કરવામાં આવશે. ત્યારે પોલીસ અને પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે ગણેશ વિસર્જન ટાણે ભક્તોને કોઈ અગવડતા ન પડે તે માટે આ વખતે પાલિકા દ્વારા બહાર જેટલા કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. આજરોજ નવલખી કુત્રિમ તળાવ ખાતે પાલિકાના મેયર સહિતના પદાધિકારીઓ અને પોલીસ કમિશનર દ્વારા મુલાકાત લઇ સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા તળાવની આસપાસ બેરીકેટિંગ કરવામાં આવ્યું છે અને 485 જેટલા ફોકસ લાઇટિંગ રાખવામાં આવી છે. ફાયર ની ટીમ સહિત તરવૈયાઓ પણ સ્ટેન્ડ બાય રહેશે. જ્યારે બીજી તરફ કોઈ અનિચ્છનીય ઘટના ન પડે તે માટે પોલીસ વિભાગ દ્વારા પણ વિવિધ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવશે અને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે વિસર્જન પ્રક્રિયા પાર પડે તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે

https://www.instagram.com/reel/DOQCeDOj0JG/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related posts

સાવલી તાલુકાના મંજુસર ગામે તાલુકા કક્ષાનો 77મો પ્રજાસત્તાક દિવસ ભવ્ય રીતે ઉજવાયો

admin

જન્મદિવસે માનવતા મહેકી : રાજેશ આયરેએ દિવ્યાંગ દંપતીઓને સોંપ્યું સન્માનનું પ્રતિક

admin

આઇફોનની ડુપ્લિકેટ એસેસરીઝ મામલે વડોદરા શહેરના રાજમહેલ રોડ પર તંત્રની ચેકિંગ કાર્યવાહી

admin

Leave a Comment