હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ત્યારે ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને કારણે વહીવટી તંત્ર પણ એલર્ટ થયું છે. નીચાણવાળા નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.ત્યારે પાદરાના મહીસાગર નદી કિનારાના ડબકા ગામની પાદરાના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલાએ મુલાકાત લીધી હતી તેમની સાથે આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરવાસમાં અવિરત વરસાદના કારણે કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં આશરે 8,00,000 પાણી છોડવામાં આવ્યું છે. મહી નદી કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.ત્યારે પાણી છોડવામાં આવતા વડોદરા જિલ્લાના કેટલાક ગામોને અસર થઈ છે.પાદરા તાલુકાના 12 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

