40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
અમદાવાદઅમદાવાદ જિલ્લો

લીંબડી ખાતે ઉચ્ચ શિક્ષણ વિભાગની સુચના મુજબ પ્લેસમેન્ટ સેલ દ્વારા “કેમ્પસ પ્લેસમેન્ટ કેમ્પ”નું આયોજન

લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી એ.આર.એસ.સખીદા આર્ટ્સ,શ્રી સી.સી.ગેડીવાલા કોમર્સ એન્ડ સી.સી.હોમસાયન્સ કોલેજ ,લીંબડી ખાતે ઉચ્ચ શિક્ષણ વિભાગની સુચના મુજબ પ્લેસમેન્ટ સેલ દ્વારા “કેમ્પસ પ્લેસમેન્ટ કેમ્પ”નું આયોજન કરવામાં આવ્યુ હતુ.

ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી સખિદા કોલેજ ખાતે ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આવનાર ભવિષ્યમાં એક સારૂ પ્લેસમેન્ટ મળી રહે તે હેતુથી સ્પેસમેન્ટ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં લીંબડીના વર્ધમાન ઇન્વેસ્ટમેન્ટ માંથી નિમિષ ભાઈ શેઠ, રાણા ઑટોના શ્રીપાલસિંહ રાણા, L.I.C. માંથી જે.ડી.રાણા અને એચ.એસ.રાઠોડ તેમજ સાંઈ ટ્રેક્ટર માંથી રાજેન્દ્રસિંહ ઝાલા હાજર રહ્યા હતા. આ સંસ્થાઓના પ્રતિનિધિ દ્વારા કૉલેજ ખાતે તૃતીય વર્ષમાં અભ્યાસ કરતાં ૩૫ વિધાર્થીઓના ઈન્ટરવ્યુ લીધેલ જેમાંથી ૫(પાંચ) વિધાર્થીઓને વિવિધ જગ્યાઓ પર પસંદ કરાયા હતા. સમગ્ર કાર્યક્રમ કૉલેજના પ્રિન્સિપાલ પ્રો.કે.એમ.ઠક્કર સાહેબના માર્ગદર્શન મુજબ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્લેસમેન્ટ સેલના કોર્ડિનેટર ડૉ.એલ.કે.રાણા સાહેબ તથા પ્લેસમેન્ટ ટીમ દ્વારા કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમનાં અંતે કોલેજના પ્રોફેસર ડો.કિરપાલસિંહ કે.પરમાર સાહેબ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કૉલેજના ટીચિંગ અને વહીવટી સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામા આવી હતી.

Related posts

ભાદરવા મહિનાની કહેવત છે કે ભાદરવો ભરપૂર એમ હાલ લીંબડી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓથી ભરપૂર જોવા મળી રહી છે

admin

અમદાવાદમાં રથયાત્રાનું નેતૃત્વ કરી રહેલા હાથીઓમાંથી એક હાથી બેકાબૂ થઈ ગયો

admin

અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનાર તમામ આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવાનો નિર્ણય

admin

Leave a Comment