30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

જીવલેણ હુમલો કરવાના બનાવવામાં ઝડપાયેલા ચાર શખ્સોનો વારસિયા પોલીસે વરઘોડો કાઢી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું

વડોદરા શહેરના ખોડીયાર નગર વિસ્તારમાં રહેતા યુવક પર સંવાદ કોટર્સ ખાતે જીવલેણ હુમલો કરવાના બનાવવામાં ઝડપાયેલા ચાર શખ્સોનો વારસિયા પોલીસે વરઘોડો કાઢી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.

વડોદરા શહેરમાં 16 સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રિના સમયે શાંતિકુંજ વિભાગ બે સંવાદ કોટર્સ પાસે જાહેર રોડ ઉપર જૂના ઝઘડાની અદાવત રાખીને ચાર જેટલા માથાભારે તત્વોએ ખોડીયાર નગર વિસ્તારમાં રહેતા ગૌરવ સિંગ નામના યુવકને ચપ્પુના ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ ગુનાની ગંભીરતા જોતા વારસિયા પોલીસ તુરંત જ હરકતમાં આવી હતી અને ટેકનિકલ હ્યુમન સોર્સના આધારે ગણતરીના કલાકોમાં આ યુવક પર હુમલો કરનાર સંકેત ઉર્ફે કાંચો રાજ, સુમિત ઉર્ફે સ્ટફ મકવાણા, નીતિશ ઉર્ફે બાબા સિંગ અને વિશાલ શ્રીમાળીની ધરપકડ કરી હતી. ત્યારે, હાલ વારસિયા પોલીસ દ્વારા આ ચાર ઈસમોની આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી હોય ત્યારે આજરોજ આ ચારે આરોપીઓનો સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

Related posts

શ્રી સિધ્ધેશ્વરી ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી સાવલી દશા દિશાવળ વણિક ખાતે હૃદય રોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો

admin

છેલ્લા ૧ એક વર્ષથી અટકેલી પ્રતિક્ષાયાદીના ઉમેદવારોને નિમણૂકપત્ર આપવા રજૂઆત

admin

વડોદરા પોલો ક્લબ પાસે મોડી રાત્રે બે કાર વચ્ચે અકસ્માતનો બનાવ…

admin

Leave a Comment