Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

છેલ્લા ૧ એક વર્ષથી અટકેલી પ્રતિક્ષાયાદીના ઉમેદવારોને નિમણૂકપત્ર આપવા રજૂઆત

વડોદરા મહાનગરપાલિકા જા.ક્ર.૯૯૬/૨૧-૨૨ જુનીયર કલાર્ક (વર્ગ-૦૩) સંવર્ગની છેલ્લા ૧ એક વર્ષથી અટકેલી પ્રતિક્ષાયાદીના ઉમેદવારોને નિમણૂકપત્ર આપવા બાબત.

જય ભારત સહ જણાવવાનું કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તા.૧૪/૦૨/૨૦૨૨ ના રોજ જાહેરાત ક્રમાંક ૯૯૬/૨૧-૨૨ જુનીયર કલાર્ક (વર્ગ-૦૩) સંવર્ગની 552 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલ હતી. જેમાં ગૌણ સેવા પસદંગી મડંળ તા. ૦૮/૧૦/૨૦૨૩ ના રોજ લેખિત સ્પર્ધાત્મક પરિક્ષા યોજવામાં આવેલ હતી. જે જાહેરાત ક્રમાંક ૯૯૬/૨૧-૨૨ જુનીયર કલાર્ક (વર્ગ-૦૩) સંવર્ગની પસંદગી યાદી તા.૧૩/૦૨/૨૦૨૪ ના રોજ બહાર પાડવામાં આવેલ હતી. જેની પ્રતિક્ષાયાદી ૩૧/૦૧/૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. પ્રતિક્ષાયાદીમાં પસંદગી પામનારા ઉમેદવારો દ્વારા તા.૧૪/૧૦/૨૦૨૪ રોજ આ બાબતે મુખ્યમંત્રીશ્રી સાહેબ ને મુખ્યમંત્રી કાર્યાલયમાં રૂબરૂ આ બાબતે રજૂઆત કરવામાં આવેલ હતી. જે બાબતે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા તા.12-11-2024 ના રોજ પત્ર ન. LF/2024/21121 દ્વારા વડોદરા મહાનગરપાલિકા ને આ બાબતે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ હતી. ઉપરોક્ત જાહેરાત ક્રમાંક ૯૯૬/૨૧-૨૨ જુનીયર કલાર્ક (વર્ગ-૦૩) સંવર્ગની ભરતી માં પસંદગી પામેલ ૫૫૨ ઉમેદવારો પૈકી આશરે ૮૦ જેટલા ઉમેદવારો હાજર થયેલ નથી. ઉપરોક્ત જાહેરાતમાં પ્રતિક્ષા યાદીની જોગવાઈ છે. આ પ્રકિયાને ૧ વર્ષથી વધારે સમય વીતવા છતા આજ દિવસ સુધી પ્રતિક્ષાયાદીના ઉમેદવારોને નિમણૂકપત્ર આપવામાં આવેલ નથી. જો સત્વરે ઉક્ત જાહેરાતની પ્રતિક્ષા-યાદીમાં સમાવિષ્ઠ ઉમેદવારોને નિમણુક આપવામાં આવે તો ૮૦થી વધારે બેરોજગાર યુવાનોને સરકારી નોકરી મળી શકે અને હોળી પહેલા તેઓના પરિવારમાં ખુશીના દિવડા થાય. આપશ્રી આ બાબતે ઘટતી કાર્યવાહી કરાવશો એવી નમ્ર વિનંતી….

Related posts

વડોદરામાં વિલુપ્ત થવાના આરે પહોંચેલા અખાડાઓને પુન: જીવિત કરવા માટે પ્રયાસ

admin

વડોદરામાં ધોળે દિવસે હિટ એન્ડ રનની ઘટના નો મામલો, સવારે બની હતી ઘટના

admin

સામાજિક કાર્યકર નિશિતા રાજપુત દ્વારા ગૌરી વ્રત કરતી 200 થી વધુ કુંવારીકાઓને ડ્રાયફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું

admin

Leave a Comment