પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કરજણ તાલુકાના જૂની સાયર ગામે રહેતા શહીદ ભાઈ ભીખુભાઇ ગરાસિયા જેઓનું ખેતર નવી સાયર મા હોવાથી પોતાના ખેતરમાં પાણી વાળવા પાણી ની નીક સાફ કરતા બાજુમાં mgvcl નો સિમેન્ટ નો થાંભલા ના તારા ને અડી જતા શહીદ ગરાસિયાનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નીપજ્યું. પરિવાર જનોના આક્ષેપ છે કે mgvcl કંપની ની ઘોર બેદરકારી જણાવી હતી. તેઓએ જણાવ્યું હતું કે mgvcl મેન્ટેન્સ મા અસફળ હોવાના કારણે વીજ પોલ ની બાજુમાં વૃક્ષ ની ડાળી ઓ વીજ તાર ને અડતા કરંટ ઉતારવાથી યુવકનું મોત નીપજ્યું હતું જયારે મીડિયા કર્મીએ કરજણ ટુ ના સબ ડીવીજન ના જુનિયર એન્જીનીયર યોગેશ રાઠવાને પૂછપરછ કરતા જણાવ્યું હતું કે અમે ઘટના સ્થળે પ્રાથમિક તપાસ કરતા ત્યાં કોઈ કરંટ ઉતરતો ના હોવાનું જણાવ્યું હતું અને ઇન્સ્યુલેટર પણ તેની જગ્યાએ બરાબર છે અને સાયર ગામેથી ઝાડી સાફ સફાઈની કોઈ પણ પ્રકારની અરજી આવી નથી તેમ જણાવ્યું હતું. હવે યુવકનું મોત ક્યાં કારણોસર થયું તે પી. એમ. બાદ જાણવા મળશે.

