43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતન વસાવાનું ડભોઈમાં ભવ્ય સ્વાગત

ડભોઈ તાલુકામાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચેતનભાઈ વસાવાનું આગમન થતાં સ્થાનિક કાર્યકર્તાઓ અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ધારાસભ્ય વસાવા નાંદોદી ભાગોળ અને શિનોર ચોકડી ખાતે પહોંચતા જ કાર્યકર્તાઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

આ કાર્યક્રમમાં મેહુલભાઈ વસાવા, ભાવિનભાઈ પરમાર, મનોજભાઈ તડવી સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આદિવાસી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ધારાસભ્યને ફૂલહાર પહેરાવીને અને શાલ ઓઢાડીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ સમયે સમગ્ર વાતાવરણ “દેખો દેખો કોણ આયા, આદિવાસીઓ કા શેર આયા” ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું, જે ડભોઈ શહેરના દરેક ખૂણે સંભળાઈ રહ્યું હતું.
​ચેતનભાઈ વસાવાના આગમનને કારણે સ્થાનિક રાજકારણમાં એક નવી ગતિશીલતા આવી છે. તેમના પ્રત્યે લોકોનો પ્રેમ અને સમર્થન સ્પષ્ટપણે જોવા મળ્યો હતો, જે દર્શાવે છે કે આદિવાસી સમાજમાં તેમનું કેટલું પ્રભુત્વ છે. આ સ્વાગત કાર્યક્રમથી આમ આદમી પાર્ટીની ડભોઈમાં પકડ વધુ મજબૂત બની રહી હોય તેવું લાગી રહ્યું છે.
​આગામી સમયમાં આમ આદમી પાર્ટી દ્વારા ડભોઈ અને આસપાસના વિસ્તારોમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે નવા કાર્યક્રમો અને યોજનાઓ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. ચેતનભાઈ વસાવા જેવા યુવા અને લોકપ્રિય નેતાના સમર્થનથી પાર્ટીને વધુ વેગ મળશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

Related posts

ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે ‘તેરા તુજકો અર્પણ કાર્યક્રમ રૂ. 1.51 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરાયો

admin

વડોદરા પોદાર વર્લ્ડ સ્કૂલ સામે પગલાં ભરવા વડોદરા પેરેન્સ એસોસિઅન દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆત

admin

પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને છેલ્લા આઠ થી દસ વર્ષથી આવાસ યોજનો મળેલ નથી

admin

Leave a Comment