વડોદરા ક્લેક્ટર દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને તાત્કાલિક પગલાં લેવા માટેની સૂચના આપવા છતાં પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ સામે અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આ મામલે વાલીઓમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે ન્યાય અને તાત્કાલિક કાર્યવાહીની માંગ સાથે, વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા આજ રોજ કલેકટર શ્રી ને લેખિત નમા અરજી આપવામાં આવી હતી અને એનસીપીસીઆર દ્વારા આપવામાં આવેલા આદેશનું પાલન ના થવાને કારણે વિદ્યાર્થીઓના હિતો જોખમાઈ રહ્યા છે. પોદાર સ્કૂલ દ્વારા વિધાર્થી ઓ ને માસનિક રીતે હેરાન કરવા કરાય અચ્છે અને ભેદભાવ રાખવામાં આવે છેં શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે દાખવવામાં આવેલી નિષ્ક્રિયતા અત્યંત નિરાશાજનક હોય વીપીએ આશા રાખે છે કે કલેક્ટર આ મામલે ગંભીરતા દાખવી, ત્વરિત અને કડક પગલાં લેવા આવે જેથી વિદ્યાર્થી ઓને ન્યાય મળી શકે અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ના થાય અને જો યોગ્ય પગલાં ભરવા માં નય આવે તૉ 15 દિવસ બાદ હાઇકોર્ટ સુધી જવાની પેરેન્સ એસોસિએશન ચીમકી આપી હતી…

