Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતી નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાર્યક્રમ યોજાયો

પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતી નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા રોડ ખાતે આવેલા પંડિત દીનદયાળ હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે મહાનગરપાલિકાના મેયર પિન્કીબેન સોની, ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, નેતા મનોજભાઈ પટેલ, દંડક શૈલેષભાઈ પાટીલ વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા તેમજ કોર્પોરેટરશ્રીઓ અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આજે કાર્યક્રમની શરૂઆત પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. ઉપસ્થિત આગેવાનો દ્વારા તેમને જન્મજયંતીની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

સાથે સાથે આ અવસરે અન્ય સામાજિક તથા જનકલ્યાણકારી કાર્યક્રમોની વિગતો પણ આપવામાં આવી હતી.

Related posts

અંનગઢ નજીક ફ્રેઈટ કોરિડોર ટ્રેક પર “કોલ્ડ પાયરો” ફટાકડા મળતા ચકચાર

admin

વડોદરા જિલ્લા પંચાયતના પ્રાંગણમાં ધ્વજ વંદન

admin

છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકા ખાતે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી

admin

Leave a Comment