36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

સ્વચ્છતા હી સેવા -2025 સ્વચ્છોત્સવ અંતર્ગત સ્વચ્છતાનો કાર્યક્રમ ડભોઇ નગરના વિવિધ સ્થળો પર રાખવામાં આવ્યો

સ્વચ્છતા હી સેવા -2025 સ્વચ્છોત્સવ અંતર્ગત ડભોઈ નગરપાલિકા તથા ભારતીય જનતા પાર્ટીના સયુંકત ઉપક્રમે સ્વચ્છતા નો કાર્યક્રમ ડભોઇ નગરના વિવિધ સ્થળો પર રાખવામાં આવ્યો હતો.

ભારતના વડાપ્રધાનશ્રીના જન્મદિવસ થી શરુ કરી રાષ્ટપિતા મહાત્મા ગાંધીની જ્ન્મ જયંતિ સુધી સેવા પખવાડિયાની ઉજવણી ના ભાગરૂપે ડભોઈ ખાતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જે અંતર્ગત આજરોજ ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા ની ઉપસ્થિત માં “એક દિવસ, એક કલાક, એક સાથે સાથે શ્રમદાન”નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડભોઈ ના વિવિધ સ્થળો એ સાફસફાઈ કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા એ જણાવ્યું હતું કે સ્વચ્છતાને આદત બનાવવી જોઈએ અને વર્ષમાં કામ સે કમ 100 કલાક સ્વચ્છતાને ફાળવી એ પોતાનાના ઘર, વિસ્તાર, નગર અને રાજ્ય ને સ્વચ્છ રાખી સ્વચ્છતા પ્રત્યે જાગૃત રહી એ તેવી અપીલ કરવામાં આવી હતી.

સાથે તમામ ને સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અને સેવા પખવાડિયા ને સફળ બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સાથે ચીફ ઓફિસર જયકિશન તડવી તથા વી. જે. કે. એમ. સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ઓફ બી.એસ.ડબલ્યુ, ડભોઇ તથા
વી. જે. કે. એમ. સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ઓફ એમ.એસ.ડબલ્યુ, ડભોઇ ના મોટી સખ્યમાં વિધાર્થીઓ તેમજ કિરીટભાઈ વસાવા મહિલા મોરચા પ્રમુખ સોનલ બેન સોલંકી તથા ડભોઇ નગરપાલિકાના મેનેજર મહેશભાઈ પરમાર સહિત પાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

વડોદરાના ગોરવા પંચવટી સર્કલ પાસે એ.ટી.કે.ટી શોપનું ઉદઘાટન ગુજરાતી ટીમલીના ગાયક કલાકાર કમલેશ બારોટના હસ્તે કરવામાં આવ્યું…

admin

માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ખેલકૂદ મહોત્સવનું ઉદ્ધધાટન કરવામાં આવ્યુ.

admin

જય મહાકાળી બાળ યુવક મંડળ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી દશામાની પ્રતિમા નિ શુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ વર્ષે 1000 દશામાં ની મૂર્તિ વિતરણ કરવામાં આવી..

admin

Leave a Comment