“સેવા પખવાડીયા” કાર્યક્રમ અંતર્ગત આજે “શ્રદ્ધેય” પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી ની જન્મજયંતિ “અંત્યોદય દિવસ” નિમિત્તે ભારત દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના આહ્વાનથી સમગ્ર ભારત દેશમાં “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” કાર્યક્રમ અંતર્ગત આજરોજ તાલુકા પંચાયત-ઉના તેમજ નગરપાલિકા-ઉના ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ “સ્વચ્છ ભારત મિશન અભિયાન” અંતર્ગત ઉના શહેરમાં આવેલ “હીરા તળાવ કાંઠે” થી “ઓમકાર ચોક રોડ” સુધી “સ્વચ્છતા અભિયાન અંતર્ગત” સ્વચ્છતા કરવામાં આવી હતી. આ અભિયાનમાં ઉનાના માનનીય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ “(K.C.RATHOD)”, “ગાંધીનગર” શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઉપ સચિવશ્રી ભવ્ય જે.મહેતા સાહેબ, ઉના નગરપાલિકાના પ્રમુખશ્રી પરેશભાઈ બાંભણીયા, ઉના તાલુકા પંચાયતના પ્રમુખશ્રી એભાભાઈ મકવાણા, ઉના મામલતદારશ્રી ડી.કે.ભીમાણી સાહેબ, ઉના ચીફ ઓફીસરશ્રી જે.જે.ચૌહાણ સાહેબ, ઉના તાલુકા હેલ્થ ઓફીસરશ્રી દુમાતર સાહેબ તેમજ નગરસેવકો, તાલુકા પંચાયત, નગરપાલિકાના કર્મચારીઓ અને નગરજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. રિપોર્ટર ભાલીયા માધુ ઉના

