રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતી નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીબાપુની પ્રતિમા અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી
દર વર્ષે 2 ઓક્ટોબરે ‘ગાંધી જયંતિ’ ઉજવવામાં આવે છે. આ રાષ્ટ્રપતિ ગાંધીજીની યાદમાં મનાવવામાં આવે છે. દેશની આઝાદીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર અને લોકોને અહિંસા પરમો ધર્મનો પાઠ ભણાવનાર મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. આ વર્ષે મહાત્મા ગાંધીની 156મી જન્મજયંતિ છે. મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા અને બાપુ તરીકે પણ સંબોધવામાં આવે છે. ગાંધીજીએ ભારતની આઝાદી માટે અંગ્રેજો સામે જીવનભર સંઘર્ષ કર્યો હતો. ગાંધીજી માનતા હતા કે અહિંસા એક દર્શન છે, એક સિદ્ધાંત છે, એક અનુભવ છે, જેના આધારે સારા સમાજનું નિર્માણ શક્ય છે. ગાંધીજી શાંતિપ્રિય વ્યક્તિ હતા અને તેમણે હંમેશા અહિંસાને પ્રથમ ધર્મ ગણાવ્યો હતો. ગાંધીજીએ અંગ્રેજો વિરુદ્ધ અહિંસક ચળવળનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું હતું. ગાંધીજીના સિદ્ધાંતોને સમગ્ર વિશ્વએ અપનાવ્યા હતા, તેમનું જીવન જન જન માટે કોઈ પ્રેરણાથી ઓછું નથી. ગાંધી જયંતિના દિવસે પ્રાર્થના સભાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. દેશના નેતાઓ મહાત્મા ગાંધીને તેમના સ્મારક રાજઘાટ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. મહાત્મા ગાંધીની જન્મજયંતિ માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના અનેક દેશોમાં ધામધૂમથી ઉજવવામાં આવે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે આવેલ ગાંધી બાપુની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રમુખ, વિપક્ષના નેતા, સાથે કોંગ્રેસ ના કાર્યકર્તાઓ અને નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા અને ગાંધીબાપુ ને પુષ્પાંજલિ અર્પણ કરીને તેઓના કરેલા કાર્યો ને યાદ કરવામાં આવ્યા હતા.

