43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

બિલ્ડરોની જુગાર ગમેમાં પોલીસનું ભગડું : વડોદરા તાલુકા પોલીસે 12 શખ્સોને ઝડપ્યા

વડોદરા તાલુકા પોલીસે “ઓપરેશન પરાક્રમ” અંતર્ગત ભાયલી નવરચના યુનિ. પાસે આવેલી કિશન એલ્ટિસ સાઇટની બંધ ઓફિસમાં જુગાર રમતા 12 ઇસમોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસને મળેલી વિશ્વાસપાત્ર બાતમીના આધારે કરાયેલા આ રેઇડમાં અનેક બિલ્ડર તથા અન્ય વ્યક્તિઓ સામેલ હોવાનું સામે આવ્યું છે.

ઝડપાયેલા આરોપીઓ પાસેથી કુલ રોકડ રૂપિયા ₹1,05,640/-, દાવ ઉપરના રૂપિયા ₹45,130/-, મોબાઇલ ફોન 12 નંગ (કિંમત ₹1,80,000/-) અને પત્તા-પાના મળી કુલ ₹3,30,770/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો.

પકડાયેલા આરોપીઓના નામ:

  1. અલ્પેશભાઈ ગોરધનભાઈ નારીયા (45), સેવાસી
  2. વિશાલ મોહનભાઈ પટેલ (47), અકોટા
  3. સંજય જમનાદાસ પટેલ (53), અકોટા
  4. મેહુલ જેન્તીભાઈ ઝિંઝુવાડીયા (45), ભાયલી
  5. કુંજન ભરતભાઈ કાલરીયા (38), સેવાસી
  6. ભાવેશ મનસુખભાઈ પટેલ (50), ભાયલી
  7. વિપુલભાઈ જયભાઈ પટેલ, અકોટા
  8. સંદિપ કેશવલાલ પટેલ (45), વાસણા
  9. પિયુષકુમાર મનસુખલાલ નાદપરા (44), વાસણા
  10. પિયુષ અશ્વિનભાઈ વાચાણી (42), દિવાળીપુરા
  11. નયન ભીમજીભાઈ લિમ્બાચીયા (40), ભાયલી
  12. વિમલ મગનભાઈ પટેલ (46), વાસણા

પોલીસે જણાવ્યું કે આ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર અધિનિયમ કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. વડોદરા તાલુકા પોલીસે ચેતવણી આપી છે કે બિલ્ડરો કે અન્ય કોઈપણ અસામાજિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલા લોકોને છોડવામાં નહીં આવે અને કડક કાર્યવાહી ચાલુ રહેશે.

Related posts

વાઘોડિયા ખંધા રોડપર વ્હાઈટ હાઊસ પંજાબી એન્ડ ચાઈનીસ હોટલમા વાસી ખોરાક ખવડાવવાનો મામલો

admin

ની સહાય બ્લાઈન્ડ ચેરીટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે પુષ્પાંજલિ અને ભજન કાર્યક્રમનું આયોજન

admin

વડોદરા શહેરના અકોટા પોલીસ લાઇન સામે ગટર ના પાણી ઉભરાતા લોકો પરેશાન

admin

Leave a Comment