વડોદરા શહેર ના વોર્ડ નં 8 ના વિસ્તારમાં આવેલી વુદાવાન સોસાયટી અને શિવ શક્તિ અને શિવમ એક ના સ્થાનિકો રહીશો અને આમ આદમી પાર્ટી નેતા વિરેન્દ્ર રામી સાથે રાખી રોડ રસ્તા અને ગટર ના પાણી કંટાળી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.
વડોદરા મહાનગરપાલિકા ના ઇલેક્શન વોર્ડ નંબર 8 માં આવેલ વૃંદાવન સોસાયટી, શિવ શક્તિ સોસાયટી તેમજ ગાયત્રી પાર્ક ના રહીશો ને છેલ્લા પાંચ વર્ષ થી મુખ્ય રસ્તા પર ડ્રેનેજના પાણી ફરી વળતા શાળામાં જતા વિદ્યાર્થીઓને, મહિલાઓને, સિનિયર સિટીઝનો તેમજ બીમાર દર્દીઓને અવરજવર માટે ભારે હાલાકી નો સામનો કરવો પડે છે અમો એ વારંવાર ચૂંટાયેલા કોર્પોરેટરશ્રીઓને, તેમજ ધારાસભ્યને આ બાબત ની રજૂઆત કરેલ પરંતુ ધારાસભ્યશ્રી દ્વારા જણાવવામાં આવેલ કે તમારા 15000 વોટ કોઈ જરૂર નથી હું 1લાખ કરતા વધારે વૉટ થી વિજેતા થાવ છું તેથી અમારી તમામ સોસાયટીના રહિશો ધ્વારા વિરોધ પ્રદર્શન તેમજ હલ્લાબોલ નો કાર્યકરમ યોજાયો હતો અને સાથે જ એક સ્થાનિક કિચડ માં બેસી વિરોધ પ્રદર્શન કર્યું હતુ જેમાં હાય રે ભાજપ હાય નારા સાથે ઢોલ નગરા વગાડી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકોએ હાજરી આપી હતી

