Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના દંતેશ્વર તળાવ પાસે આવેલ ભાથીજી મહારાજનાં મંદિર આંગણમાં નિઃશુલ્ક આયુર્વેદિક મેડિકલ કેમ્પ

વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં તળાવ પાસે આવેલ ભાથીજી મહારાજનાં મંદિર આંગણ માં સામાજીક કાર્યકર પાર્થ પટેલ દ્વારા જનસેવા હેતુ નિઃશુલ્ક આયુર્વેદિક મેડિકલ કેમ્પ કરવામાં આવ્યો હતો. ભગવાન ધનવંતરી સામે દીપ પ્રગટય કરીને કેમ્પ ની શરૂઆત કરવામાં આવી. આ મેડિકલ કેમ્પ માં તરસાલી આયુર્વેદિક દવાખાના નાં ડોક્ટર વૃશાલી શાહ દ્વારા ચેકઅપ કરવામાં આવ્યું હતું. તેમજ તેમની ટીમ દ્વારા યોગ વિશે માહિતી આપી યોગ કરાવવામાં આવ્યા હતા. આ કેમ્પ માજી મંત્રી ભીખાભાઈ રબારી ની ઉપસ્થિત માં થયો હતો. આ પ્રકાર નાં કેમ્પ સામાજીક કાર્યકર પાર્થ પટેલ સમયાંતરે તરસાલી , માંજલપુર , મકરપુરા , માણેજા જેવા વિસ્તાર માં અલગ અલગ જગ્યા એ કરતા જ હોય છે જેમાં બહોળા પ્રમાણ માં સ્થાનિકો સેવા નો લાભ લેતા હોય છે. એવા માં આજરોજ દંતેશ્વર વિસ્તાર નાં મોટા ભાગ નાં સ્થાનિકોએ પણ આ સેવા નો લાભ લીધો.

Related posts

પોલીસની કામગીરી સામે ગંભીર આક્ષેપો પોલીસે અગાઉ મારી ફરિયાદ સગેવગે કરી પુરાવા આરોપીને સોંપી દેતા છેલ્લા 8 વર્ષથી કોર્ટના ધક્કા ખાવાનો વખત આવ્યો

admin

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વડોદરાના SSG હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફને સન્માનિત કરી એવોર્ડ આપવામાં આવ્યા

admin

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યા મુદ્દે સ્થાનિકોનો વિરોધ પ્રદર્શન

admin

Leave a Comment