Genius Daily News
ડેડીયાપાડાનર્મદા જિલ્લો

“સ્વચ્છતા હી સેવા- ૨૦૨૫” સ્વચ્છોત્સવ અભિયાન હેઠળ આંગણવાડી કેન્દ્ર બાબદાએ પ્રથમ કમાંક મેળવ્યો

પ્રેમાળ સેવા અને નિષ્ઠાવાન આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોની નિષ્ઠા પૂર્વકની સેવા બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે

નર્મદા જિલ્લાના દુરસ્ત વિસ્તારમાં આવેલ ડેડીયાપાડા તાલુકા માંથી છૂટો પડેલો નવનિર્મિત તાલુકો ચીકદાના ખૈડીપાડા સેજા નું બાબદા ગામની આંગણવાડી કેન્દ્ર માત્ર શિક્ષણ -પોષણ પૂરતું મર્યાદિત નથી, પરંતુ અહીં આવતા 28 નાનકડા બાળકો માટે તે તેમના બાળપણની રંગીન યાદોનું ઘર બની ગયું છે. ત્યારે
બાબદા ગામની આંગણવાડી કેન્દ્ર નો “સ્વચ્છતા હી સેવા- ૨૦૨૫” સ્વચ્છોત્સવ અભિયાન હેઠળ આંગણવાડી કેન્દ્ર બાબદા એ પ્રથમ કમાંક મેળવી સારી એવી નામના મેળવી છે.

નર્મદા જિલ્લાના નવનિર્મિત તાલુકો ચીકદાના બાબદા પંચાયતની બાબદા ગામની આંગણવાડીમાં પ્રેમાળ સેવા અને નિષ્ઠાવાન આંગણવાડી વર્કર ઉર્વશીબેન વસાવા અને હેલ્પર પાનચીબેન વસાવાની નિષ્ઠા પૂર્વકની સેવા બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, ત્યારે “સ્વચ્છતા હી સેવા- ૨૦૨૫” સ્વચ્છોત્સવ અભિયાન હેઠળ આંગણવાડી અને તેની આસપાસના વિસ્તારમાં સ્વચ્છતાની ઉત્કૃષ્ટ કામગીરી કરવા અને તેની નિભાવણી કરવા માટે નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ ની કચેરી નર્મદા દ્વારા પ્રથમ
ક્રમ આપવામાં આવ્યો છે. આ આંગણવાડી એ સ્વચ્છતા હી સેવા- ૨૦૨૫” સ્વચ્છોત્સવ અભિયાનમાં શ્રેષ્ઠ કામગીરી કરી છે અને આ અભિયાનને સફળતાપૂર્વક અમલમાં મૂક્યું છે અને દેખીતી સ્વચ્છતા માટે મહત્વપૂર્ણ પ્રયાસો હાથ ધર્યા છે તેમજ આંગણવાડી કેન્દ્ર બાબદા દ્વારા બાળકોના આરોગ્ય સંબંધિત શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવે છે

Related posts

સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારમાં રોડ પર દીપડા ની દોડ કેમેરામાં થઈ કેદ

admin

આધાર અપડેટ અને ખેડૂત રજીસ્ટ્રેશન મુદ્દે વારંવાર ફરિયાદ આવતા ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાએ મામલતદાર કચેરી ખાતે આધાર અપડેટ સેન્ટરની ઓચિંતાની મુલાકાત લીધી.

admin

મોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ ખેતી નુકસાનનું વળતર ચૂકવવા નર્મદા જિલ્લા કોંગ્રેસે પાઠવ્યું આવેદનપત્ર

admin

Leave a Comment