43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ પ્રિયા સિનેમા પાસે રહેણાંક ફ્લેટના પાર્કિંગમાં છ ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ પ્રિયા સિનેમા રોડ ભાયલી વિસ્તારના રહેણાંક ફ્લેટના પાર્કિંગમાં મગર આવી ગયો હોવાનો કોલ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટને મળતા આશરે છ ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ કરીને વન વિભાગને હવાલે કરવામાં આવ્યો હતો.

વડોદરા શહેરમાં ગત રાત્રે કમોસમી વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદ પડતાની સાથે જ શહેરમાં મગરો રહેણાંક વિસ્તારમાં આવી જતા હોવાના કિસ્સાઓ નોંધાય છે ત્યારે આજે સવારે વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટને કોલ મળ્યો હતો કે અશ્વમેઘ એવન્યુ, કબીર રોડ પ્રિયા સિનેમા પાસે એક મગર સોસાયટીમાં આવી ગયો છે. જે કોલ મળતા જ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમ સ્થળ પર પહોચી હતી. જ્યાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ફરતા આશરે 6 ફૂટ લાંબા મગરને સાવચેતી સાથે પકડીને વન વિભાગને હવાલે કરવામાં આવ્યો હતો.

Related posts

ઝઘડિયા બળાત્કાર બાળકી બળાત્કાર ના મુદ્દે ડેડીયાપાડા ના ધારાસભ્યશ્રી ચૈતરભાઈ વસાવા દ્વારા સયાજી હોસ્પિટલ ખાતે પત્રકાર પરિષદ યોજી…

admin

વડોદરામાં 117 પરીક્ષા કેન્દ્ર પર ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, ગાંધીનગર દ્વારા લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા લેવામાં આવી

admin

વડોદરા યુનિટની એઝિક્યુટિવ કમિટી માટેની ચૂંટણી પ્રક્રિયા સફળતા પૂર્વક પૂર્ણ થઈ.

admin

Leave a Comment