36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં 117 પરીક્ષા કેન્દ્ર પર ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, ગાંધીનગર દ્વારા લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા લેવામાં આવી

સમગ્ર રાજ્ય સહિત વડોદરામાં આજે 117 પરીક્ષા કેન્દ્ર પર ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, ગાંધીનગર દ્વારા લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા લેવામાં આવી રહી છે. વડોદરાનાં 117 પરીક્ષા કેન્દ્રો પર વિવિધ જિલ્લાનાં 35 હજાર ઉમેદવારો પરીક્ષા આપવા આવી પહોંચતા વહેલી સવારથી પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોની કતાર જોવા મળી હતી. પરીક્ષા દરમિયાન કોઈ અનીચ્નીય બનાવ ના બને તે માટે પોલીસ તંત્ર દ્વારા 1200 પોલીસ કર્મીઓ સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત કરવામાં આવ્યા છે લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા આજરોજ વડોદરા શહેરના 117 પરીક્ષા કેન્દ્ર ઉપર લેવામાં આવી રહી છે. આ પરીક્ષા દરમિયાન કોઇ ગેરરીતિઓ ન થાય, પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી પરીક્ષા આપી શકે, તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી સુનિશ્ચિત કરવા જાહેર શાંતિ અને સલામતી જળવાય રહે તે માટે તેમજ મુક્ત, ન્યાયી અને સરળ સંચાલન માટે અને પરીક્ષામાં ગેરરીતિઓ અટકાવવા વડોદરા શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરી કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે.

વડોદરા શહેરના 117 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા યોજાનાર છે. જેથી આ પરીક્ષા કેન્દ્રના પરીક્ષા ખંડની અંદર તારીખ 15મી જૂનના રોજ 7:00 કલાકથી 15:00 કલાક સુધી પરીક્ષા કેન્દ્રની અંદર કોઈ પણ વ્યક્તિએ સેલ્યુલર ફોન, હેન્ડસેટ, વોકીટોકી, કોર્ડલેસ ફોન, મોબાઈલ ફોન, સ્માર્ટવોચ, બ્લુટુથ, કેમેરા, વાયરલેસ સાહિત્ય વગેરે લઇ જવા ઉપર કે ઈલેક્ટ્રોનિક ઉપકરણો લઇ જવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

Related posts

વડોદરા શહેરના ગોલ્ડન ચોકડી પાસે અકસ્માતમાં ટેલરમાં ફસાયેલ ડ્રાઈવરને બે કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન કરી બહાર કઢાયો

admin

રાજ્યભરમાં ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહ અંતર્ગત વડોદરા મ.ન.પા. દ્વારા 17.55 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું

admin

નારાયણ સ્કૂલ ચાલુ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓ દ્વારા ઘરના પ્રદર્શન

admin

Leave a Comment