33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના ગોલ્ડન ચોકડી પાસે અકસ્માતમાં ટેલરમાં ફસાયેલ ડ્રાઈવરને બે કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન કરી બહાર કઢાયો

ગોલ્ડન ચોકડી પાસે ટેલરમાં ટેમ્પો ઘુસ્યો, ડ્રાઈવર ફસાતા બે કલાક સુધી રેસ્ક્યુ કરી જીવતો બહાર કાઢી સારવાર માટે ખસેડાયો

વડોદરા પાસેથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર અવર નવાર અકસ્માતો સર્જાયા હોય છે. આજે વહેલી સવારે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં સુરતથી અમદાવાદ તરફ જઈ રહેલ ટેલરમાં ટેમ્પો ચાલક ઘૂસી જતા કેબીનનો કચ્ચરઘાણ વળી જતા ડ્રાઈવર ફસાયો હતો. આ અંગેની કોલ મળતા ERC ફાયર સ્ટેશનની ટીમે બે કલાકની ભારે જહેમત બાદ ટેમ્પાના કેબિનમાંથી દરવાજો કાપી ડ્રાયવરને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો. આ રેસ્ક્યુનો લાઇવ વિડિઓ સામે આવ્યો છે. આ મામલે હરણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા પાસેથી પસાર થતા નેશનલ હાઈવે 48 દુમાડ ચોકડી બ્રિજ પર સુરતથી અમદાવાદ તરફ જતા ટેલરમાં ટેમ્પો ઘૂસી જતા કેબિનમાં ડ્રાઈવર ફસાયો હોવાનો કોલ વડોદરા ફાયર વિભાગને મળ્યો હતો. આ અંગેની જાણ ERC ફાયર સ્ટેશનની ટીમને કરતા તાત્કાલિક ટીમ ઘટના સ્થળે પહોંચી ફસાયેલ ટેમ્પો ચાલકનું ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કર્યું હતું.

આ અકસ્માતમાં રેસ્ક્યુ કરનાર ERC ફાયર સ્ટેશનના સૈનિક કાળુભાઈ ડામોરે જણાવ્યું હતું કે,આ અંગેનો અમને કોલ મળ્યો હતો. અમે પહોંચ્યા ત્યારે ડ્રાઈવર બચાઓ બચાઓની બુમો પડતો હતો. અમે પહોંચ્યા તે શાંત થયો અને અમે બે કલાકની ભારે જહેમત બાદ આ ટેમ્પો ડ્રોવરનું સહી સલામત બહાર કાઢી રેસ્ક્યુ કર્યું હતું. અમે પહોંચ્યા ત્યારે ટેમ્પો ડ્રોવર કેબિનમાં ફસાયેલો નજરે પડ્યો હતો. અમે પોહચી હાઇડ્રોલિક સાધનો વડે કામ શરૂ કર્યું હતું. ડ્રાઈવર કેબિનમાં પગના ભાગે ગંભીર ઇજાઓને લઈ ફસાયેલ હોવાથી અમને રેક્સ્યુમ મુશ્કેલી પડી હતી.

વધુમાં કહ્યું કે, અમારી ટીમે અત્યાધુનિક ફાયરનાં હાઇડ્રોલિક કટારી, સ્પેડર, રેમજેક જેવા સાધનો વડે ડેમેજ ભાગને કટ કરવાનું શરૂ કર્યું હતું. અમે દરવાજાના ભાગે અને કેબિન આંગળાના ભાગેથી ડ્રાયવરને ઇજાઓ ન પહોંચે તે રીતે બે કલાકની મહેનતથી એક તરફનો દરવાજો કાપી બહાર કાઢ્યો હતો. ડ્રાઇવર ગંભીર હતો અને પગમાં ઇજાઓ હતી જેથી તેને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે.

આ અકસ્માત અંગે હાલમાં હરણી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત ડ્રાઈવર ક્યાંનો છે અને તેનું નામ શું છે તે તમામ વિગતો તપાસવામાં આવી રહી છે. હાલમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ ફાયર વિભાગે કરેલ રેસ્ક્યુથી આ ટેમ્પો ચાલકનો જીવ બચાવી તેને સલામત બહાર કાઢ્યો છે.

Related posts

સાયબર ક્રાઇમ કોર્ડીનેશન અને નોલેજ શેરિંગ માટે વડોદરા શહેર પોલીસ અને એમ.એસ.યુનિવર્સીટી વચ્ચે MOU સાઇન તથા સાયબર વોરિયર્સને પ્રોત્સાહિત કરતા વડોદરા શહેર પોલીસ કમિશ્નરશ્રી નરસિમ્હા કોમાર સાહેબ

admin

હોળી નજીક આવતા વડોદરા બજારમાં ધાણી-ખજૂર-ચણાની ધૂમ ખરીદી, ભાવમાં 10થી 15 ટકાનો વધારો

admin

શ્રાવણ માસના છેલ્લા શનિવારે શ્રી પંચમુખી હનુમાનજી મંદિરે ફૂલો નો શનગાર કરવામાં આવ્યો

admin

Leave a Comment