40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

હોળી નજીક આવતા વડોદરા બજારમાં ધાણી-ખજૂર-ચણાની ધૂમ ખરીદી, ભાવમાં 10થી 15 ટકાનો વધારો

રંગોના પર્વ હોળી-ધૂળેટીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના બજારોમાં તહેવારનો માહોલ જામ્યો છે. શહેરના ન્યાયમંદિર, મંગળબજાર અને હાથીખાના જેવા મુખ્ય વેપારી વિસ્તારોમાં ધાણી, ખજૂર, ચણા, ખારી સિંગ અને હાયડાની ખરીદી માટે લોકોની ભારે ભીડ ઉમટી રહી છે.

આ વર્ષે ગત વર્ષની સરખામણીએ ખજૂર અને ધાણીના ભાવમાં અંદાજે 10 થી 15 ટકા જેટલો વધારો નોંધાયો છે. છતાં પણ પરંપરા જાળવી રાખવા નાગરિકો ઉત્સાહપૂર્વક ખરીદી કરી રહ્યા છે. બજારમાં દેશી ખજૂર ₹180 થી ₹250 પ્રતિ કિલો વેચાઈ રહી છે, જ્યારે પ્રીમિયમ અરબી ખજૂરનો ભાવ ₹400 સુધી પહોંચી ગયો છે.

બાળકોમાં લોકપ્રિય હાયડા અને પતાસાની નાની-મોટી લારીઓ શહેરના વિસ્તારોમાં ગલીએ-ગલીએ જોવા મળી રહી છે. ચાલુ વર્ષે હોળી સાથે રમઝાન માસનો પણ આરંભ થવાને કારણે ખજૂરની માંગમાં બમણો વધારો નોંધાયો છે.

વેપારીઓના જણાવ્યા મુજબ હોલસેલ માર્કેટમાં માલની આવક પૂરતી છે, પરંતુ ટ્રાન્સપોર્ટેશન અને મજૂરી ખર્ચ વધતા છૂટક બજારમાં ભાવમાં થોડી તેજી આવી છે.

નાગરિકો કહે છે કે, “હોળીમાં ધાણી-ખજૂરનો પ્રસાદ ધરાવવાની વર્ષો જૂની પરંપરા છે. મોંઘવારી થોડી અસર કરે છે, પરંતુ તહેવારના આનંદ સામે તે ગૌણ છે.”

Related posts

તાજીયા જુલુસો અને નરસિંહજીના વરઘોડાને લઈ પોલીસનું સુરક્ષા રિહર્સલ

admin

વડોદરાના કરોડીયા તળાવ ખાતે છેલ્લા 35 વર્ષથી સાર્વજનિક છઠ પૂજા મહોત્સવનું આયોજન

admin

પ. પૂ. શ્રી દ્વારકેશલાલજી મહારાજની નિશ્રામાં ઘર સેવાના ઠાકોરજી નો નાવ મનોરથ તથા જળ વિહારનો ભવ્ય મનોરથ યોજવામાં આવ્યો

admin

Leave a Comment