વડોદરા ખાતે ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને તથા વિપો અલકાપુરી અને અકોટા શાખા દ્વારા ઇલોરાપાર્ક ખાતે પ. પૂ. શ્રી દ્વારકેશલાલજી મહારાજની નિશ્રામાં ઘર સેવાના ઠાકોરજી નો નાવ મનોરથ તથા જળ વિહારનો ભવ્ય મનોરથ યોજવામાં આવ્યો છે. જેને નિહાળવા વૈષ્ણવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે ઠાકોરજી સ્વયં નાવ મનોરથ સહિત નૌકાવિહાર પ્રસંગે વૈષ્ણવ ભક્તોને દર્શન આપવા માટે આવ્યા હતા. વડોદરાના સાંસદ ડૉ.હેમાંગ જોશી, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય કેયુર રોકડીયા, બીજેપી શહેર પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોની, વૈષ્ણવ અગ્રણીઓ અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ઠાકોરજી માટે યોજાયેલ નાવ મનોરથ તથા જળ વિહારના દર્શનો લાભ લીધો હતો. 80થી વૈષ્ણવ ભક્તોના ઘરના ઠાકોરજીને નાવ મનોરથ તથા જળ વિહારના દર્શન કરવાનો લાભ મળ્યો હતો. ભક્તો મોટી સંખ્યામાં યુવા વૈષ્ણવાચાર્ય શ્રી શરણમકુમારજી મહોદય સ્વંય જળમાં ઉતરીને ઠાકોરજીને જળ વિહાર કરાવતા જોવા મળ્યા હતા.

