Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના અલકપુરીની જ્વેલરી શોપમાં ગ્રાહકના સ્વાંગમાં સોનાની બંગડીઓની ચોરી કરનાર મહિલા ઝડપાઈ

અલકપુરીની જ્વેલરી શોપમાં ગ્રાહકના સ્વાંગમાં સોનાની બંગડીઓની ચોરી કરનાર મહિલા ઝડપાઈ હતી.જ્યારે અન્ય ત્રણ મહિલાઓને ક્રાઈમ બ્રાન્ચે વોન્ટેડ જાહેર કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

વડોદરાના અલકાપુરીની જ્વેલરી શોપ માં દસ લાખની કિંમતની સોનાની બંગડીઓ ચોરી કરવાના ગુનામાં એક મહિલા ઝડપાઈ હતી.ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાએ ચોરી કરી હતી.કાઉન્ટર પર પડેલી પ્લાસ્ટિકના પાઉચમાં પેક કરેલી 8 સોનાની બંગડી ઉઠાવી લીધી હતી.ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસનો દોર લંબાવ્યો હતો.જેમાં કાનપુરની મહિલાઓ સંડોવાયેલ હોવાનું સામે આવ્યું હતું.બીજી વખત આ મહિલા ચોરી કરવા આવનાર હોવાની માહિતીને આધારે વોચ ગોઠવી જેતલપુર રોડ લલિતા ટાવર પાસેથી મહિલા સંજુ રવિન્દ્ર ગુપ્તાને ઝડપી અન્ય ત્રણ મહિલા પ્રાચી ઉર્ફે પૂજા, અર્ચના સિંહ અને સોની કમલને ભાગેડુ જાહેર કરાઈ છે.

Related posts

લોકોએ સાવચેતી રાખવી, રહેણાંક વિસ્તારોમાંથી ઝેરી સાપ અને પાટલા ઘોનું રેસ્ક્યું

admin

હરણી બોટ કાંડ પીડીતા મહિલાઓની પોલીસ દ્વારા અટકાયત

admin

વડોદરાના અકોટા દાંડિયા બજાર બ્રિજ અકોટા તરફ પીવાના પાણીની લાઈનમાં ભંગાણ

admin

Leave a Comment