ડભોઇ શહેર તાલુકા માં ચાલતી સરકાર માન્ય સસ્તા અનાજ ના દુકાન ના સંચાલકો દ્વારા પોતાની પડતર માંગણી ઓ ને લઈ મામલતદાર કચેરી જઇ નાયબ મામલતદાર પ્રવિણ જોષી ને પોતાના પડતર પ્રશ્નો ને લઇ આવેદન પત્ર આપી જો માંગણીઓ નહીં સંતોષાય તો આવનાર નવેમ્બર માસ માં અનાજ ના જથ્થા નુ વિતરણ કરવામાં નહીં આવે એવી ચિમકી પણ ઉચ્ચારી છે.
ફેર પ્રાઈઝ એશોસિયેશન સરકાર શ્રી ના પુરવઠા મંત્રી શ્રી અને સંબધિત અધિકારી સામે વર્ષો જુની પડતર માંગણી ઓ જેમકે કમીશન માં વધારો કરવામાં આવે , ઈ પ્રોફાઈલ સહાયક માં વધારો કરવામાં આવે સિંગલ ફિંગર પ્રિન્ટ દ્વારા બે બિલ બને , સમિતિ ના સભ્યો ના૮૦ ટકા બાયોમેટ્રિક વેરીફીકેશન ના પરિપત્રો રદ કરવા , સમયસર કમીશન નુ ચુકવણું કરવામાં આવે , ટેકનીકલ અને વહીવટી પ્રશ્રો નુ નિરાકરણ કરવામાં આવે લાંબા સમય થી પડતર પ્રશ્નો ની રજુઆતો કરવામાં આવે છે તેમ છતાંય માંગણી ઓ સ્વીકારવામાં આવે એવી ગુજરાત રાજ્ય ના બન્ને સંગઠનો ઓલ ગુજરાત ફેરપ્રાઈઝ શોપ એશોસિએશન અને ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એશોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે જો પડતર માંગણીઓ નહીં સંતોષાય તો નવેમ્બર ૨૦૨૫ થી વિતરણ પ્રક્રિયા થી દુર રહેવામાં આવશે જેને લઈ ને લોકો ને હાડમારી ભોગવવાનો વારો આવશે એ નક્કી છે હવે જોવુ રહ્યું કે સરકાર કેવા પગલાં ભરશે !!

